પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા સરકારની તૈયારી

  • December 12, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં 20 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તેના પરથી લાગે છે કે ઈંધણની કિંમતમાં ટૂંક સમયમાં જ ઘટાડો જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, સરકારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવતા મહિનાથી જ વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈના ફાયદા ગ્રાહકો સુધી પહોંચાડવાના માર્ગો પર ચચર્િ શરૂ કરી છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘણા સમયથી સ્થિર છે, સ્થિરનો મતલબ ઉંચા ભાવમાં ઘટાડો થયો નથી. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર 2024 લોકસભા ચુંટણી પહેલા ફયૂઅલના ભાવોમાં ઘટાડો થઇ શકે છે. ક્રુડ ઓઇલના ભાવોમાં જે સુસ્તી જોવા મળે છે તેનો ફાયદો વપરાશકતર્ઓિને મળી શકે છે. ફયૂઅલ વેચતી કંપ્ની ઓએમસીને વર્તમાન સેટ થયેલા ભાવોથી સારા પ્રમાણમાં આવક થાય છે.
આ અંગે આર્થિક મંત્રાલયમાં ફયૂઅલના ભાવો સમિક્ષા થાય તેવી શકયતા છે. ઓએમસીને સતત નુકસાન થઇ રહયું હતું તે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ગત ત્રિમાસિક હિસાબમાં ઓએમસી- આઇઓસી-એચપીસીએલ અને બીપીસીએલનો નફો 28000 કરોડ રુપિયા હતો. ઓએમસીને ફાયદો થઇ રહયો છે જયારે અંડર રિકવરી પણ શુન્ય છે. આની પરીસ્થિતિમાં વપરાશકતર્ઓિને તેનો લાભ મળે તે જરુરી છે. પેટ્રોલ ડિઝલમાં કિંમત ઓછી કરવાથી મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે.


સરકારનું માને છે કે કાચા તેલની કિંમત 75 થી 80 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહેશે. એક સમયે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં રોજ અપડેટ થતા હતા. વર્તમાન સમયમાં ફયૂઅલનો ભાવ છેલ્લા એક વર્ષથી બદલાયો નથી. છેલ્લે ઉત્પાદન વેરામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં ક્રમશ 8 થી 6 રુપિયાના ઘટાડાનું અપડેટ થયું હતું. હવે પણ ભાવ અપડેટ થશે જે ગ્રાહકોના લાભમાં હશે એવું લોકો પણ ઇચ્છી રહયા છે.


2022માં પેટ્રોલ પર 17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 35 રૂપિયા પ્રતિ લીટરની ખોટ બાદ ઓઈલ માર્કેટિંગકંપ્નીઓ હવે પેટ્રોલ પર 8-10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3-4 રૂપિયા પ્રતિ લીટરનો નફો કરી રહી છે. જે બાદ રિપોર્ટ મુજબ ઓઈલ મિનિસ્ટ્રી ઓએમસી સાથે ક્રૂડ ઓઈલ અને છૂટક કિંમત અંગે ચચર્િ કરી ચૂકી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓઈલ માર્કેટિંગ કંપ્નીઓ હવે નફો કરી રહી છે, તેથી સરકારે લોકોને થોડી રાહત આપવા માટે આ બાબતે ચચર્િ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે આ બાબતે નાણા મંત્રાલય અને ઓઈલ મંત્રાલય ક્રૂડ ઓઈલના વર્તમાન ભાવ પર વિચાર કરી રહ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપ્નીઓ નફાકારકતા ઉપરાંત, તેઓ વૈશ્વિક પરિબળોની પણ ચચર્િ કરી રહ્યા છે.


છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત નફાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપ્નીઓ ની ખોટ ઓછી થઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપ્નીઓ  આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલનો સંયુક્ત નફો છેલ્લા ક્વાર્ટરમાં રૂ. 28,000 હજાર કરોડ હતો. ઓઈલ માર્કેટિંગ કંપ્નીઓની અંડર-રિકવરી પૂરી થઈ ગઈ હોવાથી, સરકાર વિચારી રહી છે કે ગ્રાહકોને પણ તેનો લાભ મળવો જોઈએ. આ સપ્તાહની શરૂઆતમાં, ઘટતી માંગ અને ઓપેક પ્લસ સપ્લાય કટને લંબાવવાની અનિશ્ચિતતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો.

અગાઉ, મિન્ટે વિશ્લેષકોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે તેલની કિંમતો ઘટવાથી ભારતને ફુગાવો ઘટાડવામાં મદદ મળી શકે છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે તેલના ભાવમાં ઘટાડો ભારતીય ઈક્વિટી માર્કેટને વેગ આપશે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં કે જેઓ કાચા માલ તરીકે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરે છે. તેનાથી વિપરીત, તેલના ભાવમાં ઘટાડાને કારણે કેટલાક વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે.
જો કાચા તેલની કિંમતની વાત કરીએ તો તે ઘણા દિવસોથી 80 ડોલર પ્રતિ બેરલની નીચે ચાલી રહી છે. છેલ્લા એક મહિનાથી ખાડી દેશોમાં તેલનો ભાવ સરેરાશ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે છે. જ્યારે યુએસ તેલના ભાવ એક મહિનાના સરેરાશ ભાવ 75 ડોલર પ્રતિ બેરલથી નીચે રહ્યા છે. સોમવારે ગલ્ફ ઓઇલ 75.99 ડોલર પ્રતિ બેરલની નીચે છે. જ્યારે અમેરિકન તેલની કિંમત 71.34 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application