ચીનની સ્ટેટ કાઉન્સિલે જન્મ દર વધારવા સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી: ડિલિવરી સપોર્ટ સેવાઓ, ચાઈલ્ડ કેર સીસ્ટમ, શિક્ષણ, આવાસ અને રોજગારમાં મદદ સહિતનો સમાવેશ
ચીનમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચીને ઘણી નીતિઓ જાહેર કરી છે, જેમાં બાળકના જન્મ પર સબસિડી સિસ્ટમ અને વધુ બાળકો જન્મવા પર પરિવારના સભ્યો માટે ટેક્સમાં કાપ જેવી નીતિઓ સામેલ છે. તેનો ઉદ્દેશ્ય લોકોને વધુને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવાનો છે જેથી કરીને જન્મ દર વધારી શકાય.
ચીનની સ્ટેટ કાઉન્સિલે આ સંબંધમાં માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી કરીને બાળકોનો જન્મ દર વધારી શકાય. આમાં, ડિલિવરી સપોર્ટ સેવાઓ વધારવી, ચાઈલ્ડ કેર સીસ્ટમનો વિસ્તાર કરવો, શિક્ષણ, આવાસ અને રોજગારમાં મદદ પૂરી પાડવા જેવી 13-પોઇન્ટની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોના જન્મ માટે સાનુકૂળ સામાજિક વાતાવરણ ઊભું કરવું એ પણ સરકારની પ્રાથમિકતા છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે નવી નીતિઓના આધારે બાળજન્મ સબસિડી સિસ્ટમમાં સુધારો કરી શકાય છે. રાજ્ય પરિષદે લગ્ન અને સંતાનપ્રાપ્તિની નવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે યોગ્ય ઉંમરે લગ્નનું મહત્વ અને માતા-પિતા દ્વારા બાળકોની સંયુક્ત સંભાળ સમજાવવી જોઈએ. તેમાં બહેતર પ્રસૂતિ વીમો, પ્રસૂતિ રજા, સબસિડી અને બાળકો માટે તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે. કાઉન્સિલે સ્થાનિક સરકારોને બાળ સંભાળ કેન્દ્રો માટે બજેટ ફાળવવા અને આવી સેવાઓ માટે કર અને ફીમાંથી મુક્તિ આપવા ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચીનની વસ્તી 1.4 અબજ છે. ગયા વર્ષે ત્યાં જન્મ દર રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતે ચીનને પાછળ છોડી દીધું અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો. ચીન તેની ઘટતી વસ્તીથી પરેશાન છે અને જન્મ દર વધારવા માંગે છે.
યુવા ભારતીય વસ્તીની તુલનામાં, ચીનની વસ્તી વૃદ્ધત્વના ઢોળાવ પર છે. આના ઘણા કારણો છે, જેમાં લાંબું આયુષ્ય અને ઘટી રહેલા જન્મ દરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ચીનમાં 60 વર્ષ અને તેનાથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 30 કરોડ સુધી પહોંચી હતી. તેનો અર્થ એ કે તેનો હિસ્સો કુલ વસ્તીના આશરે 21.1 ટકા હતો. તેના એક વર્ષ પહેલા આ આંકડો 28 કરોડની આસપાસ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech