ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની 'ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-૨૦૨૫' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રેડાઈ નેશનલના નવા પ્રમુખ તરીકે શેખર પટેલ તેમજ નવીન એક્ઝિક્યુટિવ કાઉન્સિલની વરણી કરવામાં આવી હતી. અને નવ નિયુક્ત ટીમને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલંવતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પદ્મભૂષણ અને ઉદ્યોગપતિ પંકજ પટેલ, રાજ્યસભા,સાંસદ પરિમલ નથવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સહીત રાજ્યના બિલ્ડરો માટે સરકારે એનએ બાબતે કેટલીક બાંધછોડ કરતા બાંધકામ ક્ષેત્રમાં ફરી ધમધમાટ જોવા મળશે. બિલ્ડરોની સરકારને રજૂઆત હતી કે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના બાંધકામમાં એનએ કરવાની કામગીરી પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ પણ થઇ શકે છે એ રીતે કન્ટ્રકશનના પ્રોજેક્ટમાં પણ એનએની મંજુરી પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ મેળવવામાં આવે તો જે એનએ લેવા માટેનો બે વર્ષ જેટલો સમય વેડફાય છે એ ન વેડફાય અને પ્રોજેક્ટ પણ અડધા સમયમાં પૂરો થઇ શકે. બિલ્ડરોની આ રજૂઆતના પગલે ક્રેડાઈની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કન્ટ્રક્શન ક્ષેત્રે પણ એનએની બાદમાં મંજૂરી મેળવવા માટેના નિયમોમાં બાંધછોડ કરતી જાહેરાત કરવામાં આવતા બીલ્ડરોએ સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ નિયમ મુજબ નિયત સમયમાં બાંધકામના પ્લાન મંજૂર કરવા તૈયાર છે. ક્રેડાઈની કલ્પના મુજબ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર સહયોગ કરવા તત્પર છે. ક્રેડાઈ તેની નવીન નેશનલ કમિટીમાં ભારતના દરેક ભાગમાંથી એક - એક હોદેદારને જવાબદારી આપીને વડાપ્રધાનની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની કલ્પના સાકાર કરી રહ્યું છે.
વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહની જોડીએ ચેન્જ ઓફ ગાર્ડથી કેટલા સ્કેલ અને કેટલી સ્પીડનો વિકાસ થઈ શકે તે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ક્રેડાઈનો આજનો અવસર ‘ધ બિગ શિફ્ટ - ફોર ધ લીડર્સ, બાય ધ લીડર્સ’ના કાર્યમંત્રને વડાપ્રધાન અને ગૃહમંત્રીના દિશાદર્શનમાં સાકાર કરનારો અવસર છે. ક્રેડાઈ એ હંમેશા પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ, નાણાંકીય કંપનીઓ, ગ્રાહકો અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સંગઠિત રાખ્યો છે ત્યારે આ નવી ટીમ પણ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સ વિન-વિન સિચ્યુએશન સાથે કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને વધુ નવી દિશા આપશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ સૌના સાથ, સૌના વિકાસનો કાર્યમંત્ર આપીને ગરીબ, મધ્યમવર્ગ, છેવાડાના માણસોના આહાર, આવાસ, આરોગ્ય અને અભ્યાસની ચિંતા કરી છે. ક્રેડાઈ જેવી સંસ્થાઓને પણ હેન્ડ હોલ્ડિંગથી આવા વિકાસકાર્યોમાં તેમણે જોડી છે. વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન સાથે ‘દરેકને ઘર’ આપવાના લક્ષ્યને ક્રેડાઈ સાથે જોડાયેલા હજારો ડેવલપર્સ વેગ આપી રહ્યા છે. અર્બન વિસ્તારોમાં વસવાટ કરતા શ્રમિકો અને નબળા વર્ગના નાગરિકો માટે સન્માનજનક અને સસ્તા ભાડા સાથેના આવાસ ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં નવી પહેલ પણ થઈ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આવાસ યોજનાઓમાં રિયલ એસ્ટેટ સેક્ટર સક્રિય ભૂમિકા ભજવે છે. ક્રેડાઈએ રાષ્ટ્રીય સ્તરે પાંચ વર્ષમાં ૨૫ શહેરોમાં ૧૦ લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય વિકાસનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તે પણ પ્રશંસનીય છે.
વડાપ્રધાનએ આ દિશામાં દેશવાસીઓને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘કેચ ધ રેઈન’ દ્વારા જળસંચય કરવા, ‘એક પેડ માં કે નામ’ દ્વારા ગ્રીન કવર વધારવા, સ્વચ્છતા અને સ્વસ્થતા માટેના અભિયાનો તથા પ્રાકૃતિક ખેતી અને ગરીબોને સહાયતા, વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અને યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવી રોગમુક્ત જીવનશૈલી બનાવવા ભવિષ્યની પેઢીને આજથી બહેતર જીવન આપવા જેવા સંકલ્પો પણ આપ્યા છે જેને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. અંતમાં ક્રેડાઈના નવા પ્રમુખ શેખર પટેલ સહિત નવ નિયુક્ત હોદ્દેદારો અને સમગ્ર ક્રેડાઈ ટીમને મુખ્યમંત્રીએ આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
ક્રેડાઈ નેશનલના પૂર્વ ચેરમેન મનોજ ગૌરે કાર્યક્રમ ઉપસ્થિત સૌને આવકારી તેમની બે વર્ષની સફરની વિશે જણાવતાં કહ્યું હતું કે, ક્રેડાઈએ તેની સ્થાપનાથી લઈને ૨૫ વર્ષમાં ખુબ જ સુંદર કામગીરી કરી છે. આગામી સમયમાં નવી ટીમ પણ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કામગીરી કરશે. ક્રેડાઈના નવા સેક્રેટરી ગૌરવ ગુપ્તાએ આભાર વિધિ કરી હતી. આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'મારું અમદાવાદ' પુસ્તક તથા 'ગ્રીન બિલ્ડિંગ' અહેવાલનું વિમોચન તેમજ સ્કિલ ડેવલપમેન્ટ અંગે ક્રેડાઈ, એનએસડીસી, અને ક્યુસીઆઈ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ક્રેડાઈ નેશનલની નવીન ટીમ તરીકે આગામી સમયમાં કાર્ય કરનાર ચેરમેનબોમન ઈરાની, પ્રમુખ શેખર પટેલ, ઉપપ્રમુખ આશિષ પટેલ તેમજ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરીઓ, ખજાનચી અજય પટેલ સહિત હોદેદારોની જાહેરાત ઉપરાંત ક્રેડાઈ નેશનલ ટીમ જેમાં વર્ષ ૨૦૨૫-૨૭ માટેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને વિવિધ ૧૪ કમિટીઓ ના કન્વીનર ની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સરકાર હકારાત્મક ફેરફારો લાવે તો પ્રોજેક્ટનો સમય 50% ઘટી શકે: શેખર પટેલ
કાર્યક્રમમાં જ્યારે નવનિયુક્ત પ્રમુખે બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવવામાં મંજૂરી મેળવતી વખતે વ્યતિત થતા સમય અંગે ચિંતા વ્યક્ત કરી અને જો સરકાર હકારાત્મક ફેરફારો લાવે તો પ્રોજેક્ટના સમયને 50% થી વધુ ઘટાડી શકાય તેમ છે અને પ્રોજેક્ટ કોસ્ટમાં ઘણો ઘટાડો કરી ગ્રાહકોને તેનો લાભ મળી શકે તેમ છે આ તકે મુખ્યમંત્રીએ મંચ ઉપરથી જાહેરાત કરેલ કે ઈઝ ઓફ ડુઇંગ અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝ ને જમીન લઈ અને ત્રણ વર્ષમાં એનએ મેળવવા માટેની છૂટછાટ સરકાર દ્વારા અગાઉથી અપાયેલ છે આ મુજબ બાંધકામને લગતી મંજૂરીઓ મળવાની અપેક્ષાએ બિલ્ડરો પ્રોજેક્ટના કામ શરૂ કરી શકે તેવી પોલીસી અંગે સરકાર ભગીરથ હકારાત્મક અભિગમ ધરાવે છે પરંતુ બિલ્ડરોએ પણ સીજીડીસીઆર અને સરકારની પોલીસી અંતર્ગત મળતા નિયમ મુજબના બાંધકામની ખાતરી આપવી પડે તેમજ જો કોઈ વિરુદ્ધનું કામ થાય તો પછી પરિણામો ભોગવવાની પણ તૈયારી રાખવી પડેશે
પીએમના હાઉસ ફોર ઓલના સ્વપ્નરને સાકાર કરવામાં ક્રેડાઈનો સહયોગ: બોમન ઈરાની
ક્રેડાઈ નેશનલના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, ક્રેડાઈ તેની ૨૫ વર્ષની સફરમાં ૨૪ રાજ્યોમાં ૨૪૦ યુનિટ સાથે ૧૩,૦૦૦ સભ્યો ધરાવે છે. ભારતના જીડીપીમાં રિયલ એસ્ટેટ અંદાજે ૧૫ ટકાથી વધુનું યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાનના હાઉસ ફોર ઓલના સ્વપ્ન.ને સાકાર કરવા ક્રેડાઈ પણ સહયોગ આપી રહ્યું છે. નવા પ્રમુખ તરીકે શેખર પટેલ અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
પદભાર સોંપતી વખતે શંખનાદ અને મંત્રોચ્ચાર ગૂંજ્યા
મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ક્રેડાઈની પરંપરા મુજબ નિવૃત્ત થતા પ્રમુખ બોમન ઈરાની દ્વારા નવીન પ્રમુખ શેખર પટેલને બેટન સોંપવામાં હતી. આ સમયે શુભ કાર્ય સમયે હિંદુ શાસ્ત્રોમાં જેનું અતિ મહત્વ દર્શાવાયુ છે તે રીતે શંખનાદ અને મંત્રોચ્ચાર ખાસ બોલાવાયેલા ૨૧ બ્રાહ્મણો દ્વારા દિવ્ય વાતાવરણ નો માહોલ ઉભો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech