માધવપુરનો મેળો શ થયો છે.ત્યારે એડવોકેટ કમ આર.ટી.આઇ. એકટીવિસ્ટે એવી રજૂઆત કરી છે કે ગત વર્ષે મેળામાં સરકારી નાણાનો બેફામ દુરઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જણાઇ રહી છે તેથી લોકોના નાણા વેડફાય નહીં તે માટે યોગ્ય કરવા માંગ થઇ છે.
પોરબંદરના એડવોકેટ કમ આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે માધવપુરના ગત વર્ષે યોજવામાં આવેલા મેળામાં માત્ર ડોમ અને લાઇટ સાઉન્ડની ત્રણ કરોડથી વધુની રકમ ચૂકવાઇ હતી એટલું જ નહીં પરંતુ સંચાલન કરનારને પાંચ દિવસના અધધ... પોણા બે લાખ પિયા ચુકવાયા હતા. આર.ટી.આઇ.માં માંગેલી વિગતમાં એ માહિતી બહાર આવી હતી કે માધવપુરના મેળામાં દીવા ઇવેન્ટ દ્વારા એન્કરીંગ બદલ દિવ્યા ઠકકરને ા. ૧ લાખ ૭૫ હજાર ચુકવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આમીર મીરે એક દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો તેમાં પાંચ લાખ પિયા જેવી મોટી રકમ ચુકવવામાં આવી હતી. મોટા ભાગના દાંડીયારાસ ગૃપ, રાસગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનારાઓને પણ ૩૦ થી ૫૦ હજાર પિયા ચુકવવામાં આવ્યા હતા. એટલું જ નહી પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા માટે પણ મોટી રકમ ચુકવાઇ હતી. કરોડો પિયા આ રીતે વેડફાઇ જતા હોય છે ત્યારે આ વખતે મેળામાં સાચા બીલ બને તેવી આશા-અપેક્ષા સાથે ભનુભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે અંદાજે દશેક કરોડ પિયાથી વધુનો ખર્ચ માત્ર પ્રવાસન વિભાગ દ્વારા થાય છે. એટલામાં તો એકાદ નાનો લઘુઉદ્યોગ પણ સ્થાપી શકાયો હોત. કિંજલ દવેને પોણા છ લાખ, માયાભાઇ આહિરને સાડાપાંચ લાખ જેવી રકમ ચુકવાઇ હતી.
તે માહિતી આર.ટી.આઇ.માં બહાર આવતા કરોડો પિયાના પ્રજાના ટેકસની રકમ વેડફાઇ રહી હોવાની અનુભૂતિ થઇ રહી છે તેમ ઉમેર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech