પંજાબમાં સરકાર ખેડૂતો માટે 10.2 ટકા બજેટ ફાળવીને ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે, જયારે ગુજરાત સરકાર ખેડૂતો માટે ફકત 4 ટકા બજેટ ફાળવી રહી છે: હેમંત ખવા
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ વિધાનસભાનાા ફલોર પર બજેટ સત્રમાં બજેટ પર પોતાના વિચારો રજુ કર્યા હતા. ગૃહમાં સચોટ આંકડાકીય માહિતી સાથે હેમંત ખવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ફરી એકવાર ગામડાઓ, યુવાઓ અને ખેડૂત વિરોધી બજેટ લઇને આવી છે.
આમ આદમી પાર્ટીએ આ બજેટને સખત શબ્દોમાં ગૃહમાં પણ વખોડયું હતું. આ બજેટમાં ગ્રામ વિકાસ વિભાગને ફકત 2.9ટકા બજેટ ફાળવવામાં આવ્યું છે. જયારે બીજી બાજુ મણીપુર, ઝારખંડ અને બિહાર જેવા પછાત રાજયોમાં પણ 10ટકા થી લઇને 16 ટકા જેટલું બજેટ ગ્રામ વિકાસ વિભાગને ફાળવવામાં આવે છે. પરંતુ સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં ગ્રામ વિકાસ વિભાગ માટે ફકત 2.9ટકા બજેટની જોગવાઇ કરવામાં આવી છે. જયારે શહેરી વિભાગમાં 6.3ટકા એટલે કે ગ્રામ વિકાસ વિભાગ કરતા ડબલ કરતાં પણ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. સરકારની આવી નીતિના કારણે ગામડાઓની હાલત બદતર થઇ રહી છે અને શહેરોમાં ઝુંપડપટ્ટીઓની અને મજૂરોની સંખ્યા પણ વધી રહી છે. પાછલા ત્રણ વર્ષ અનુસાર ગ્રામ વિકાસ વિભાગનું રાષ્ટ્રીય સરેરાશ 5 ટકા જેટલું બજેટ રહ્યું છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ફકત 2.9 ટકા બજેટ ફાળવીને ગામડાઓની ઉપેક્ષા કરી છે.
એવી જ રીતે કૃષિ કલ્યાણ ખેડૂત સહકાર વિભાગને તેલંગણામાં કુલ બજેટનું 16.4 ટકા બજેટ ફાળવવામાં આવે છે. જયાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં ખેડૂતો માટે 10.2 ટકા બજેટ ફાળવવામાં આવે છે જયારે ખેડૂતો માટે ગુજરાત સરકારે ફકત 4 ટકા બજેટ ફાળવ્યું છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો છે.
વધુમાં હેમંત ખવાએ જણાવ્યું હતું કે 182 માંથી 139 ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતોના મત લઇને વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે બહુ ઓછા ધારાસભ્યો આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે જે ખરેખર દુ:ખની વાત છે. 139 જેટલા ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોવા છતાં પણ ખેડૂતો માટેફકત 4 ટકા રકમ ફાળવવામાં આવી છે. પંજાબમાં ખેડૂતો માટે 10.2 ટકા બજેટ ફાળવીને ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં આવે છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતો માટે વધુ બજેટ ફાળવીને ગુજરાતના ખેડૂતોને પણ સમૃદ્ધ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.
શિક્ષણ વિભાગ પાછળ પણ કુલ બજેટનું 14.9 ટકા બજેટ ફાળવવામાં આવ્યું છે. જયારે દિલ્હીમાં 24.3 ટકા બજેટ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવે છે. જેના કારણે દુનિયાની બેસ્ટ સ્કુલો દિલ્હીમાં ખુલ્લી રહી છે. એના જ કારણે જયારે આજે દુનિયાના નેતાઓ દિલ્હીની મુલાકાતે આવતા હોય છે, ત્યારે દિલ્હીની સરકારી સ્કુલોની મુલાકાતો લઇને સરકારી સ્કુલોના વખાણ કરતા હોય છે. પાછલા બજેટો જોઇએ તો આપણને ખ્યાલ આવે છે કે ચોક્કસ વિભાગોને ઓછા બજેટની ફાળવણી કરવામાં આવે છે અને જે બજેટ ફાળવવામાં આવે છે તેમાં ઘણું બજેટ વણવપરાયેલું પડયું રહે છે. આ સતત ચાર પાંચ વર્ષોથી થઇ રહ્યું છે. ગત વષૃમાં ઓબીસી, એસસી એસટી અને માઇનોરીટી વિભાગનું 14 ટકા બજેટ એટલે કે 396 કરોડ પિયા વણવપરાયેલા પડયા રહ્યા છે. ગ્રામ વિકાસ વિભાગના 186 કરોડ પિયા વણવપરાયેલા પડી રહ્યા છે. ફલડ અને ઇરીગેશનની પણ 5 ટકા રકમ વપરાઇ નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકાર ગામડાઓ, યુવાઓ અને ખેડૂત વિરોધી છે. માટે આમ આદમી પાર્ટી આ બજેટને ખેડૂતો અને યુવા વિરોધી બજેટ ગણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech