ગીરસોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેકટર રાજેશ આલની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લ ાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલ મહેશભાઇ અરજણભાઇ ભોળાની માલીકીના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરતા હોવાની ફરીયાદ આધારે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલ મહેશ અરજણભાઇ ભોળાની માલીકીના ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્રારા દરોડો પાડવામાં આવતા સ્થળ પર ત્રણ જેટલી રીક્ષાઓમાં અનાજના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાની સામે આવતા રીક્ષા ડ્રાઇવર ૫ટણી જીશાન જાવીદભાઇ, ડ્રાઇવર અલવી શહેબાજહત્પસેન શબીરહત્પસેન, ડ્રાઇવર ૫ઠાણ અરબાજખાન ઇમરાનખાન (તમામ રહે.સીંગસર, તા.સુત્રાપાડા) તથા ગોડાઉન માલીક મહેશ અરજણભાઇ ભોળાને ઝડપી લઇ ઘઉં, ચોખા, બાજરી તથા ત્રણ રીક્ષા સહિત કુલ ૧,૮૭,૮૬૧નો મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ અંગે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્રારા આવી પ્રવૃત્તી કરતા અનાજ માફીયાઓને કડક સંદેશ આપતા જણાવેલ કે, સરકારી રાશનનું જો કોઇ વ્યકતી દ્રારા ડાયવર્જન કરવાના પ્રયાસો કરવામાં આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકારી અનાજનો લાભ મેળવતા લાભાર્થીઓ જો પ્રકારની પ્રવૃત્તીમાં જોડાયેલા જણાશે તો તેઓના રાશન કાર્ડમાં મળતા સરકારી લાભ તુરતં બધં કરી દેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech