BREAKING NEWS

શહેરમાં પોલીસે ફરી માથું ઉચક્યું:હેલ્મેટ પહેર્યા વગરના સરકારી કર્મીઓ દંડાયા

  • November 14, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિયમની બે દિવસ કડક અમલવારી બાદ હવે માત્ર હાઇવે પર ટાર્ગેટ પુરા કરવા માટે કેસ કરી વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યા છે. તો સીટી વિસ્તારમાં સીસીટીવી મારફતે પણ હેલ્મેટ વગરના વાહન ચાલકો ઝપટે ચડી રહ્યા છે. સાઇલેન્ટ મોડમાં ચાલતી હેલ્મેટની દંડનીય કાર્યવાહી વચ્ચે આજે પોલીસે ફરી માથું ઉચક્યું હતું અને સરકારી કચેરીઓ મહાપાલિકા, બહુમાળી ભવન, કલેક્‍ટર કચેરી, સીપી ઓફિસ પાસે જ સરપ્રાઈઝ ડ્રાઈવ યોજી હેલ્મેટ વગર કચેરીમાં આવતા મોટાભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઝપટે ચડી જતા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક અરજદારો પણ પોલીસની ડ્રાઈવમાં ઝપટે ચડી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દરરોજ એક એક સરકારી કચેરી ખાતે દરરોજ ત્રણ ત્રણ કલાક હેલ્‍મેટ ડ્રાઇવ યોજાશે.આ પ્રકારની હેલ્‍મેટ ડ્રાઇવ રાખવામાં આવશે. સરકારી અધિકારીઓ, કર્મચારીઓ નિયમ પાળતાં થશે તો બીજા શહેરીજનો પણ નિયમનું પાલન કરશે. આજે કલેક્‍ટર કચેરી ખાતે આ કામગીરીનો આરંભ થયો હતો. હેલ્‍મેટ વગર આવેલા અને દંડાયેલા કર્મચારીઓ- અરજદારોમાં કચવાટ જોવા મળ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application