જામનગરમા ચેક પરત ફરવાનાં કેસમાં સરકારી ક્રિકેટ કોચને બે વર્ષની સજા

  • May 03, 2023 10:49 AM 

જામનગર માં દસ લાખ રૂપિયા ની રકમ નાં  ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે આરોપી એવા તત્કાલીન સરકારી ક્રિકેટ કોચ ને બે વર્ષ ની સજા અને રૂપિયા ૧૦ હજારના  દંડનો હુકમ કર્યો છે.

જામનગરમાં અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન માં સિનિયર કોચ તરીકે સરકારી નોકરી કરતા સંદીપકુમાર જીવણજી ચૌહાણ ને નાણા ની જરૂરિયાત ઊભી થતા તેણે સહદેવસિંહ  દિલીપસિંહ ચુડાસમા પાસે.થી રૂપિયા દસ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી હતી અને તેની પરત ચૂકવણી માટે ચેક આપવા માં આવ્યો હતો. જે ચેક નાણા  નાં અભાવે પરત ફરતા સહદેવસિંહ ચુડાસમા દ્વારા અદાલત માં ફરિયાદ નોંધાવાઈ હતી.

આ આ અંગેનો કેસ અદાલત માં ચાલી જતા  આરોપી એ બચાવ કર્યો હતો કે ફરિયાદીના મકાનમાં ભાડાથી રહે છે અને એની સિક્યુરિટી માટે આપવામાં આવેલો ચેક બેંકમાંથી રિટર્ન કરાવીને ખોટો કેસ કરવામાં આવ્યો છે .બંને પક્ષ ની તમામ દલીલો ને સાંભળ્યા પછી એડિશનલ ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ આર બી ગોસાઈ એ આરોપી સંદીપકુમાર ચૌહાણ ને બે વર્ષ ની સજા અને રૂ.૧૦ હજાર નાં દંડ નો અને દંડની રકમ ન ભરે તો વધું એક માસ  ની સજા નો હુકમ કર્યો હતો. આ કેસમાં વકીલ મોહસીન ગોરી અને પી.આઈ. ચુડાસમા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application