પંચાયતોમાં ૧૮૯૪ જગ્યા ઉભી કરતી સરકાર: પગાર પાછળ ૮૮ કરોડ વપરાશે

  • March 14, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી ભારોભાર શકયતાના વાતાવરણ વચ્ચે રાજય સરકારે ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયતોમાં નવી ૧૮૯૪ જગ્યાઓ ઊભી કરી છે અને આ માટે પગાર પેટે કુલરૂ પિયા ૮૮ કરોડ જેટલો વાર્ષિક ખર્ચ સરકારને થશે તેવી ગણતરી માંડવામાં આવે છે.રાજય સરકારે કરેલી જાહેરાત મુજબ ગ્રામ વિકાસ એજન્સીમાં રાય કક્ષાએ ગાંધીનગરમાં ફરજ બજાવે તેવી ચીટનીશની બે જગ્યા, કલાર્ક આંકડા મદદનીશ આસી.પ્લાનિંગ ઓફિસર, સિનિયર એકાઉન્ટ કલાર્ક જેવી ૧૧૧ જગ્યા ઉભી કરવામાં આવી છે. તાલુકા પંચાયતોમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરની ૩૩ જુનિયર કલાર્ક ની ૪૯૬ અને અધિક મદદનીશ ઇજનેરોની ૪૯૬ અને નાયબ ચીટનીશ ની ૧૯ જગ્યા ઉભી કરવાનું નિર્ણય કરાયો છે. આમ ગ્રામ વિકાસ એજન્સીમાં કુલ ૧૧૫૭ જગ્યા ઉભી કરાશે અને તેના પગાર પેટે વાર્ષિક પિયા ૪૨.૩૪ કરોડ વપરાશે.

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ દ્રારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ પંચાયત સેવા વર્ગ– ૩ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)ની ૨૦૦ નવી જગ્યા ઊભી કરવાનું નક્કી કરાયું છે અને તેના પગાર પેટે ૧૧.૯૧ કરોડ વાર્ષિક વપરાશે.આ ઉપરાંત જુદા જુદા વિકાસ કામોની ગુણવત્તાની ચકાસણીના હેતુથી રાય કક્ષાએ કવોલિટી ઇન્સ્પેકશન સેલ રચવાની જાહેરાત કરી છે. આ સેલમાં કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર અધિક મદદનીશ જેવી ૪૧ જગ્યા ભરવામાં આવશે અને તેમાં સિવિલ ઇલેકિટ્રકલ પાણી પુરવઠાના અધિકારીઓને મૂકવામાં આવશે. આ ૪૧ જગ્યાના પગાર પેટે વાર્ષિક ૨.૩૧ કરોડનો ખર્ચ થશે.રાજયના ૨૪૮ તાલુકા દીઠ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ–૨ ની એક અને જુનિયર કલાર્કની એક મળીને કુલ ૪૯૬ જગ્યા ઉભી કરવાની પણ જાહેરાત સરકારે કરી છે અને તેના પગાર પેટે વાર્ષિક પિયા ૩૧.૧૭ કરોડ ખર્ચ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application