ચોખાની નિકાસ મર્યાદા હળવી કરવા પર સરકારની વિચારણા

  • July 09, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓક્ટોબરમાં બજારમાં નવો પાક આવે તે પહેલાં ભારત કે જે વિશ્વનો ટોચનો રાઈસ એક્સપોર્ટર છે તે હવે ફરીથી ચોખાનો વિદેશમાં વેપાર કરશે, આ બાબતથી વાકેફ અધિકારીઓના મતે, દેશમાં ચોખાની ભરમારને ટાળવા માટે કેટલીક જાતોની નિકાસ પરના નિયંત્રણો હળવા થઈ શકે છે.
સરકાર ફિક્સ ડ્યુટી સાથે સફેદ ચોખાના શિપમેન્ટને મંજૂરી આપવાનું વિચારી રહી છે, સત્તાવાળાઓ બોઇલ કરેલા ચોખાની નિકાસ પરનો 20% ટેક્સ પણ રદ કરી શકે છે અને કાર્ગોના અંડર-ઇન્વોઇસિંગને ડીસકરેજ કરવા તેના બદલે ફિક્સ ટેક્સ લાદી શકે છે. આવા પગલાથી બેન્ચમાર્ક એશિયન ચોખાના ભાવને રાહત આપવામાં મદદ મળી શકે છે, જે ગત જાન્યુઆરીમાં 15 કરતાં વધુ વર્ષોમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. 2023 થી ચોખાની મુખ્ય જાતોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના ભારતના પગલા બાદ હવે આ નિર્ણય લેવાતા તે પશ્ચિમ આફ્રિકા અને મધ્યના કેટલાક દેશો માટે સારા સમાચાર હશે. ખાદ્ય અને વાણિજ્ય મંત્રાલય બંનેનું પ્રતિનિધિત્વ કરતા પ્રવક્તાએ આ મામલે ટિપ્પણી કરી ન હતી.
સરકારી ડેટા અનુસાર ભારતની કુલ ચોખાની નિકાસ 1 એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 21% ઘટીને 2.9 મિલિયન ટન થઈ ગઈ છે. સમાન સમયગાળા દરમિયાન બિન-બાસમતી ચોખાની શિપમેન્ટ 32% ઘટીને 1.93 મિલિયન ટન થઈ હતી. ચોમાસાની શરૂઆત થતાં જ ભારતીય ખેડૂતો આગામી લણણી માટે તેમના ચોખાના પાકની વાવણી કરી રહ્યા છે. જુલાઈમાં વાવેતર ટોચ પર આવશે અને સપ્ટેમ્બરના અંતથી અનાજ એકત્રિત કરવામાં આવશે. 8 જુલાઈ સુધીમાં વાવેતર વિસ્તાર 6 મિલિયન હેક્ટર (14.8 મિલિયન એકર) હતો, જે એક વર્ષ અગાઉ કરતાં 19% વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application