બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ પર રૂા.૩૦૦નું બોનસ આપવા સરકારની જાહેરાત

  • October 03, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષને અંતરાષ્ટ્ર્રીય મિલેટસ વર્ષ તરીકે ઉજવવાની કરેલી જાહેરાત બાદ ગુજરાત સરકારે મીલેટસ ધાન્યો પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને નફાનું પ્રમાણ વધે તે માટે બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ પર વધારાનું પિયા ૩૦૦ નું બોનસ આપવાની જાહેરાત કરી છે.રાજય સરકાર દ્રારા ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો એક નવેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધીનો જાહેર કરવામાં આવ્યો છે. ડાંગર (કોમન)નો ભાવ . ૨૧૮૩, એ ગ્રેડ ડાંગરનો ભાવ ૨૨૦૩ મકાઈનો ભાવ ૨૦૧૯ બાજરીનો ૨,૫૦૦ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તે તમામમાં પિયા ૩૦૦નું વધારાનું બોનસ આપવામાં આવશે.


સરકારે કરેલી જાહેરાત મુજબ જુવાર હાઇબ્રીડમાં .૩૦૦ ના વધારાના બોનસ સહિત . ૩,૪૮૦ જુવાર મહાદંડીમાં બોનસ સહિત . ૩,૫૨૫ રાગીમાં .૩૦૦ ના બોનસ સાથે ૪૧૪૬ ભાવ જાહેર કરવામાં આવ્યા છે.બોનાસ સાથે ટેકાના ભાવે પોતાનો માલ વેચવા માંગતા ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ધરા કેન્દ્રમાં વીસીઈ દ્રારા રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન વખતે આધાર કાર્ડ, સાતબાર,આઠ 'અ', તલાટીનો પાક વાવણી અંગેનો દાખલો, બેંકની પાસબુકની નકલ સહિતના આધાર પુરાવાઓ આપવાના રહેશે. સરકાર ખરીદી કરશે તેના ૪૮ કલાકમાં જ તે નાણા ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application