મુખ્યમંત્રી બન્યા પછી તુરત જ ઘેલા સોમનાથ મંદિરની મુલાકાતે આવેલા ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરના વિકાસ માટે પિયા ૧૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. પરંતુ લાંબો સમય સુધી આ સમગ્ર બાબત વહીવટી ગુચ અને નિયમોમાં ફસાયા પછી આખરે તેમાંથી બહાર નીકળી છે. ગુજરાત સરકારના ઉધોગ અને ખાણ વિભાગના ઉપસચિવ કે. કે. વ્યાસે વિછીયા તાલુકાના ઘેલા સોમનાથ મંદિરના સંકુલના વિકાસ માટે પિયા ૧૦ કરોડની રકમ ફાળવવાને વહીવટી મંજૂરી આપી છે. સરકાર દ્રારા યારે કોઈ મંદિરના વિકાસ અથવા તો પુનરોદ્ધાર જેવા કામ માટે આર્થિક સહયોગ આપે ત્યારે તે પિયા ૧૫ લાખની મર્યાદામાં આપવાનો હોય છે. પરંતુ વીછિયા તાલુકાના ઘેલા સોમનાથ મંદિરના વિકાસ માટે મુખ્યમંત્રીએ જાહેરમાં પિયા ૧૦ કરોડની વાત કરી હતી. ત્યાર પછી નિયમો અને જોગવાઈના ગુચમાં આ સમગ્ર બાબત ફસાઈ ગઈ હતી. સરકારે લાંબો સમય સુધી આ રકમ નહીં ફાળવતા રાજકોટ જિલ્લા કલેકટર દ્રારા તારીખ ૭ ઓકટોબર ૨૦૨૩ ના રોજ અને છેલ્લે તારીખ ૧૬ માર્ચ ૨૦૨૪ ના રોજ આ સંદર્ભે સરકારને પત્રો લખ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૩ થી ચાલ્યા આવતી આ બાબતમાં આખરે સરકારે હવે પિયા ૧૦ કરોડ ફાળવવાની બાબતને વહીવટી મંજૂરી આપી દીધી છે
લેસર શો અને મ્યુઝિકલ ફાઉન્ટેન પાછળ પાંચ કરોડ ખર્ચાશે
રાય સરકારે પિયા ૧૦ કરોડની જે રકમને વહીવટી મંજૂરી આપી છે તેમાંથી ૪ કરોડના ખર્ચે અધ્યતન લેસર લાઈટ અને સાઉન્ડ શો તથા પિયા ૧ કરોડના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેનના કામો કરવામાં આવશે
વિકાસના કયા કામો હાથ પર લેવાશે?
– મુખ્ય મંદિરના કાયાકલ્પ અને જીર્ણેાદ્ધારનું કામ પિયા ૬૦ લાખના ખર્ચે હાથ ધરાશે
– બેઠક વ્યવસ્થા, મંદિરની આસપાસના પાકા માર્ગેા, લેન્ડસ્કેપિંગ અને ગાર્ડન જેવા કામ પાછળ પિયા ૨૦ લાખનો ખર્ચ કરાશે
– શહીદ સ્મારકનું પુન:નિર્માણ અને બયુટીફિકેશનના કામ માટે સાત લાખ પિયા વાપરવામાં આવશે.
– મુખ્ય માર્ગ અને બંને બાજુ વેઇટિંગ સ્પેસ માટે ૨૦ લાખનો ખર્ચ થશે.
– આઠ લાખના ખર્ચે યજ્ઞશાળા નું પુન: નિર્માણ કરવામાં આવશે.
– મુખ્ય માર્ગના રેમ્પના પગથિયાં, બંને બાજુ લેન્ડસ્કેપ સાથે, જન્મથી નિર્વાણ સુધીના જીવનના જુદા જુદા તબક્કાઓ દર્શાવતી શિવ શિલ્પોના વિવિધ સ્વપોના પથ્થરના ચિત્રપટ વગેરે કામ માટે પિયા ૧ કરોડ વાપરવામાં આવશે.
– ફ્રન્ટ રોડ સાઈડ કમ્પાઉન્ડ વોલ જેમાં શણગારાત્મક પથ્થરની કમાન અને શિવ મહાત્મ્યનું ચિત્રપટ પેઇન્ટિંગ ૬૦ લાખના ખર્ચે કરાશે.
– શોપિંગ સેન્ટર અને પાકિગની જગ્યા બનાવવા ૭૫ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
– ૨૦૦ વ્યકિતઓ બેસી શકે તેવું એમ્ફી થિયેટર સાઉન્ડ સિસ્ટમ, પ્રોજેકટર વગેરે પાછળ પિયા ૭૦ લાખ ખર્ચાશે.
– નદી કિનારે સ્નાનઘાટ, રીટેનીંગ વોલ, પગથિયા, શૌચાલય માટે ૫૦ લાખ ખર્ચ કરાશે.
– લાઈટના થાંભલા અને વાયરીંગ કામ પાછળ ૧૫ લાખના ખર્ચનો અંદાજ મુકાયો છે.
– પાણી પુરવઠા અને ડ્રીનેજ કામ માટે પાંચ લાખના ખર્ચની જોગવાઈ છે.
– ડિજિટલ બોર્ડ, સાયનેજ બેન્ચ, ડસ્ટબીન વગેરે પાછળ પાંચ લાખનો ખર્ચ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech