રાણાવાવની સરકારી વિનયન કોલેજને નેકનો બી પ્લસ ગ્રેડ એનાયત થયો છે.
સરકારી વિનયન કોલેજ, રાણાવાવને નેક દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો મૂલ્યાંકન ગ્રેડ (બી પ્લસ ૨.૭૪ સી. જી.પી.એ.સાથે) એનાયત કરાયો.સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે શિક્ષણમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ બેંગ્લોર નેક દ્વારા પીઅર ટીમના ડો. અજયકુમાર પી. પી. (ચેરપર્સન) કેરળ, ડો.રંગાસ્વામી મરુથકૂટ્ટી (કોર્ડીનેટર) તમિલનાડુ અને હિંમત નારકે (સભ્ય) મહારાષ્ટ્રના નેતૃત્વમાં મુલાકાત લઈને કોલેજની અધ્યયન, અધ્યાપન પ્રવૃત્તિઓ અને કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. નેક ટીમનું આચાર્ય, તમામ સ્ટાફ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. આચાર્ય ડો. કે. કે. બુદ્ધભટ્ટીએ કોલેજની સિદ્ધિઓ અને ઓવરવ્યુને તથા તમામ વિભાગના અધ્યક્ષ અને ફેકલ્ટીએ વિભાગની સિદ્ધિઓને નેક કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. નેક કમિટીએ સરકારી, યુનિવર્સિટી, જુદી જુદી કંપની અને રોજગાર કચેરીના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મીટીંગ કરી તેમના સૂચનો સાંભળ્યા હતા. નેક કમિટી દ્વારા કોલેજ તમામ વિભાગો, વર્ગખંડો, વિવિધ પ્રવૃત્તિઓ, લાયબ્રેરી, , સ્પોર્ટ્સ, વહીવટી વિભાગ, કોલેજને મળતી વિવિધ ગ્રાન્ટો, કોલેજ બિલ્ડીંગ, ફેસીલીટીની મુલાકાત અને ડોક્યુમેન્ટ ચકાસણી કરતા કોલેજમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. નેક કમિટીએ સંસ્થા હજુ વધુ સારી રીતે ગુણવત્તાથી શિક્ષણ કઈ રીતે આપી શકે તે માટે જરી માર્ગદર્શન આપી મૂલ્યાંકનનો રીપોર્ટ સમગ્ર સ્ટાફની હાજરીમાં આચાર્યને સોંપ્યો હતો. મૂલ્યાંકનને આધારે નેક પિઅર ટીમ દ્વારા સંસ્થાને (બી પ્લસ ૨.૭૪ સી. જી.પી.એ.સાથે)ની ગ્રેડ પોઈન્ટ એવરેજ સાથે બી પ્લસ ગ્રેડ એનાયત કરાયો છે. કોલેજની આ સિદ્ધિ બદલ કોલેજના તમામ અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ આઈ ક્યુએસસી
કો-ઓર્ડીનેટર ડો. એમ. એ. પટેલ, તમામ વિદ્યાર્થીઓ તથા કોલેજ પરિવારને કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડો. કે. કે. બુદ્ધભટ્ટી તથા વર્તમાન આચાર્ય ડો. કે. પી. બાકુ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમ મીડીયા સેલના કોર્ડીનેટર અને પ્રોફેસર ડોક્ટર મયુર ભમ્મરે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech