બિગ બોસ 16 ફેમ રાજસ્થાની ડાન્સર ગોરી નાગોરી સાથે થઇ મારપીટ

  • May 26, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અજમેરમાં બહેનના લગ્નમાં ગયેલી ગોરી સાથે બનેવીએ જ કર્યો ઝઘડો
  • રાજસ્થાની શકીરા પોલીસમાં ફરિયાદ માટે ગઇ તો સેલ્ફી લઇ રવાના કરી દીધી


સલમાન ખાનના શોની છેલ્લી સીઝન બિગ બોસ 16 ફેમ રાજસ્થાની ડાન્સર ગોરી નાગોરી પર તાજેતરમાં મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બની ગઇ. ગોરી નાગોરી તેની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે અજમેર ગઈ હતી. પરંતુ ત્યાં ગોરી નાગોરીને જીજાજી જાવેદ હુસૈન સાથે ઝઘડો થયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ગોરી નાગોરીને માર મારવામાં આવ્યો.


જ્યારે ગોરી નાગોરી પોલીસ સ્ટેશને રિપોર્ટ નોંધાવવા પહોંચી તો પોલીસે તેની મદદ ના કરી અને સેલ્ફી લઈને તેને ઘરે મોકલી દીધી. કોઈ મદદ ન મળવા પર ગોરી નાગોરીએ હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતને અપીલ કરી છે અને પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ પણ લગાવ્યો છે. 


સમગ્ર ઘટનાનું વર્ણન કરતા ગોરી નાગોરીએ કહ્યું કે...

 'મારી બહેનના લગ્ન 22 મેના રોજ હતા. અમે લગ્નની તમામ વ્યવસ્થા કરી અને લગ્ન થયા. પરંતુ તે દરમિયાન તે લોકોએ ઝઘડાનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું. કન્યા વિદાયનો સમય હતો અને અઢી વાગ્યા હતા. પરંતુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ હતી. હું તે બંધ કરાવવા ગઈ ત્યારે જ મારી માસીનો દીકરો ત્યાં આવ્યો અને મને ખેંચીને લઈ ગયો. પછી તેણે મને પાડી દીધી.


ગોરી નાગોરીનું સાચું નામ તસ્લીમા બાનો છે. પોતાના ડાન્સથી તેણે આખા દેશમાં પોતાની ઓળખ બનાવી છે. તેને રાજસ્થાનની 'શકીરા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોરી નાગોરી સાથે બનેલી ઘટનાથી ફેન્સ ખૂબ જ નારાજ છે.


ગોરીએ એક વીડિયોમાં સમગ્ર ઘટનાની માહિતી આપી છે, જે તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી છે. ગોરી નાગોરી સાથેની ઘટના 22 મેના રોજ બની હતી. તે દિવસે તે તેની બહેનના લગ્નમાં ગઈ હતી. ગોરી નાગોરીએ વીડિયોમાં જણાવ્યું છે કે કેવી રીતે જીજાજી જાવેદ હુસૈને સમગ્ર પ્લાનિંગ કર્યું અને બાદમાં તેને માર માર્યો. ગોરી નાગોરીના કહેવા મુજબ તેના વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે તે પોલીસ પાસે ગઈ ત્યારે કોઈ મદદ મળી ન હતી. પોલીસે તેની ફરિયાદ પણ નોંધી ન હતી



ઝઘડો એટલો મોટો થઈ ગયો કે લોકોના ટોળા એકઠા થઈ ગયા. એ ભીડમાં કોઈ મારા વાળ ખેંચી રહ્યું હતું તો કોઈ મને વિવિધ જગ્યાએ સ્પર્શ કરી રહ્યું હતું. મારા ખભામાં પણ ઘણી ઈજાઓ થઈ છે. મને અને મારી આખી ટીમને ખરાબ રીતે માર મારવામાં આવ્યો. મારા મેનેજરને ખુરશીઓ મારવામાં આવી. મારા બાઉન્સરનું માથું ફૂટી ગયું છે. મારા સગા જીજાજીએ આ બધું કર્યું છે. જેનું નામ જાવેદ હુસૈન છે. તેની સાથે તેના ભાઈ અને મિત્રો પણ હતા. ગોરી નાગોરીએ તે લોકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application