ગોરખી ગામે કેન્દ્રીય રાજ્યમંત્રી બાંભણિયાના અધ્યક્ષસ્થાને "માતૃવન વૃક્ષારોપણનો કાર્યક્રમ

  • September 09, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ગ્રાહકની બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી  નિમુબેન બાંભણીયાનાં  અધ્યક્ષસ્થાને ’એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ’માતૃવન વૃક્ષારોપણ’નો કાર્યક્રમ યોજાયો હતો.
માતૃવન વૃક્ષારોપણ’ કાર્યક્રમ સમારોહમાં મંત્રી  નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની સાથે સમગ્ર દેશને હરિયાળું બનાવવા ’એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે  આપણે સહુએ  તળાજાની ભૂમિમાં સામૂહિક પ્રયાસો થકી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરીએ. ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં જ્યાં પણ જગ્યા હોય તેવી તમામ જગ્યાઓએ દરેક વ્યક્તિને અવશ્ય વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરવું જોઈએ તેમ કહી મંત્રીશ્રીએ સમગ્ર ભાવનગર જિલ્લાને હરિયાળું બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ અવસરે મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કર્યુ હતું તેમજ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાના સામૂહિક શપથ લીધા હતાં. 
આ પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ,તાલુકા પ્રમુખ રાણાભાઇ સોલંકી, આગેવાન રાજુભાઇ ફાળકી, સી. પી.સરવૈયા, તળાજાનાં આરએફઓ ઓફિસર આરતીબેન શિયાળ,જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, ભરતભાઈ વાઘેલા(ફોરેસ્ટ), પ્રકાશભાઈ રાઠોડ,તેમજ ફોરેસ્ટ સ્ટાફ તથા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News