ગૂગલે ક્રોમને ડિફોલ્ટ સર્ચ એન્જિન બનાવવા કરી નાખ્યો ૮૩,૦૦૦ કરોડનો ખર્ચ

  • September 14, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસએમાં, પ્રતિસ્પર્ધી કંપનીઓને ખતમ કરવા માટે તેના પાવર્સનો દુપયોગ કરવા બદલ ગૂગલ પર કેસ કરવામાં આવી રહ્યો છે. દેશના ન્યાય વિભાગ અને ૮ રાયોએ ગૂગલ સામે દાવો માંડો છે કે ગૂગલ સર્ચ એન્જિન અને ઓનલાઈન એડવર્ટાઈઝિંગ માર્કેટમાં પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે વાર્ષિક ૧૦ અબજ ડોલર એટલે કે . ૮૩,૦૦૦ કરોડનો ખર્ચ કરી રહ્યું છે. ગૂગલ પર તેના સ્પર્ધકોને હરાવવા માટે તેના વર્ચસ્વનો દુપયોગ કરવાનો આરોપ છે.

કંપનીનો બચાવ
ગૂગલ કહે છે કે તેણે સતત ખાતરી કરી છે કે તેની સેવા યુઝર્સ માટે ઉપયોગી છે અને તે બધા માટે મફત છે. કંપનીએ કહ્યું કે તેના દ્રારા કરવામાં આવેલા તમામ પ્રયાસો કાયદાકીય રીતે માન્ય છે અને કંપનીઓને મદદ કરે છે. આગામી ૧૦ અઠવાડિયા સુધી, યુએસ સરકારી વકીલો સાબિત કરવાનો પ્રયાસ કરશે કે ગૂગલે છેતરપિંડી કરી છે. યુએસ ડિસ્ટિ્રકટ જજ અમિત મહેતા આવતા વર્ષની શઆત સુધી નિર્ણય નહીં આપે. જો ગૂગલ દોષિત સાબિત થશે, તો બીજી ટ્રાયલ નક્કી કરશે કે કંપની સામે શું પગલાં લેવા જોઈએ.

ગૂગલનો કીમિયો
જો કોઈ સ્માર્ટફોન મેન્યુફેકચરીંગ કમ્પની એન્ડ્રોઈડ અથવા અન્ય કોઈ એપ માટે ગૂગલ પાસેથી લાયસન્સ મેળવવા માંગે છે, તો તેમણે કેટલાક કરારો કરવા પડશે જેમાં ગૂગલ તેની બિડિંગ કરે છે અને એપને પ્રી–ઈન્સ્ટોલ કરવા માટે સ્માર્ટફોન કંપનીઓને પૈસા ચૂકવે છે.મોબાઇલ કંપની કરારમાં ગૂગલ ક્રોમને ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે રાખવા માટે સંમત થાય છે અને તેની એપ્લિકેશનોનું બંડલિંગ પ્રોવાઈડ કરે છે. તેનો અર્થ એ છે કે જો ફોન મેન્યુફેકચરને ગૂગલની માત્ર એક એપ્લિકેશનની જર હોય તો પણ, કરારના આધારે ગૂગલની તમામ એપ્લિકેશનો લેવાની રહેશે. ફોનમાં ગૂગલ મેપ, કોમ બ્રાઉઝર અને યુટુબ જેવી પ્રી–ઇન્સ્ટોલ એપ્સ હોય છે, કારણ કે ગૂગલ આ શરત પર મોબાઇલ કંપનીઓને એન્ડ્રોઇડ આપી રહ્યું હતું. હવે કંપનીએ આ નિયમમાં ફેરફાર કર્યેા છે.

શું છે આરોપ ?

એપલ અને અન્ય સ્માર્ટફોન ઉત્પાદકો સાથે કરાયેલા સોદામાં ગૂગલ સર્ચ એન્જિન ફોન પર ડિફોલ્ટ સ્ટેટસમાં રહે એ માટે ગૂગલ પર કંપનીઓને વાર્ષિક . ૧૦ બિલિયન ચૂકવવાનો આરોપ છે. આના પરિણામે ગૂગલના બિઝનેસમાં ઘણો વધારો થયો. ગૂગલ એપ્સમાંથી યુઝર ડેટા કલેકટ કરે છે જે જાહેરાતો બતાવવામાં મદદ કરે છે. ગૂગલને ૨૦૨૨માં ૭૩% એટલે કે ૧૬૨ અબજ પિયાની આવક ઓનલાઈન જાહેરાતોથી મળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application