ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર આગામી તા.૧૪ માર્ચથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે. આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળી રહેશે અને તેમની આવકમાં વધારો થશે.
ખેડૂતો તા.૧૮ ફેબ્રુઆરીથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. નોંધણી પ્રક્રિયા સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૬૫૦ અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૯૫૦ ટેકાનો ભાવ જાહેર કરાયો છે. આ ભાવ બજારના ભાવ કરતાં વધુ હોવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે.
ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ માટે તા.૧૮.૦૨.૨૦૨૫ થી તા.૦૯.૦૩.૨૦૨૫ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યાર બાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તા.૧૪ માર્ચ ૨૦૨૫ના રોજથી કરવામાં આવશે,જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ચણાના પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ હેઠળ રાજયમાં ચણા અને રાયડાના પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech