ગુજરાત રાજ્ય માર્ગ વહન નિગમ (ST)ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી અંદાજે 40 હજાર ST કર્મચારીઓને લાભ થશે.
આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે તેમ મંત્રી હર્ષ સંઘવીએ X પર ટ્વીટ કરી માહિતી આપી છે.
ટૂંક સમયમાં સત્તાવાર આદેશ:
સરકાર દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ આદેશ બાદ કર્મચારીઓને DAમાં વધારાનો લાભ મળશે અને સાથે સાથે પાછલા સમયગાળાના એરિયર્સની ચૂકવણી પણ કરવામાં આવશે.
કર્મચારીઓમાં ખુશીની લહેર:
ST કર્મચારીઓ લાંબા સમયથી DAમાં વધારાની માંગ કરી રહ્યા હતા. આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. આ વધારાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમનું મનોબળ પણ વધશે.
સરકારનો કર્મચારી હિતકારી નિર્ણય:
સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય કર્મચારી હિતકારી છે. આ નિર્ણયથી ST કર્મચારીઓને મોંઘવારીના વધતા ખર્ચને સરભર કરવામાં મદદ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech