Good News : જન્માષ્ટમીના તહેવારોમાં ફરસાણના ભાવોમાં ઘટાડો, જાણો કેટલા રહેશે ભાવ ?

  • September 05, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા આગામી સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ શહેરના મધ્યમ- ગરીબ વર્ગના રહેવાસીઓ જન્માષ્ટમીનો તહેવાર કુટુંબીજનો સાથે આનંદ તથા ઉલ્લાસથી માણી શકે તે હેતુથી વિવિધ ફરસાણ તથા લાઈવ ગાંઠિયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
        

આ મુજબ આયોજનમાં જોડાયેલા તમામ વેપારીઓ તેલના પ્રકાર પ્રમાણે અંદાજે પ્રવર્તમાન બજાર ભાવ કરતાં ૧૫% જેટલા નીચા ભાવે વેચાણ કરવા અંગે સર્વ સંમતિ આપેલ હતી. તે મુજબ ૧૫ સપ્ટેમ્બર સુધી તહેવારને અનુલક્ષીને વેપારીઓ સિંગતેલના લાઈવ ગાંઠીયા રૂ ૪૫૦ ના બદલે રૂ ૩૮૦ અને ફરસાણ રૂ ૩૫૦ના બદલે રૂ. ૩૦૦, કપાસિયા તેલના લાઈલ ગાંઠીયા રૂ. ૪૦૦ ના બદલે રૂ. ૩૪૦ અને ફરસાણ રૂ. ૩૨૦ના બદલે રૂ. ૨૭૦ તેમજ પામોલીન તેલના લાઈવ ગાંઠીયા રૂ. ૩૮૦ ના બદલે રૂ. ૩૨૦ અને ફરસાણ રૂ.૨૪૦ના બદલે રૂ. ૨૦૫ પ્રતિ કિલો વેચાણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application