રાજયના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સૌરાષ્ટ્ર્રના મુસાફરોને ત્રણ નવી સુવિધાની ભેટ મળશે, તેમના હસ્તે રાજકોટની નવ નિર્મિત એસટી ડિવિઝન ઓફિસનું લોકાર્પણ, ગોંડલના નવનિર્મિત વર્કશોપનું રાજકોટ ખાતેથી ઇ લોકાર્પણ તેમજ આઠ નવી વોલ્વો બસને લીલીઝંડી અપાશે.
આવતીકાલે તા.૪ના બપોરના ૧–૦૦ કલાકે વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજકોટ મુકામે ૧૪૩૧.૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અંદાજીત .૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી.વિભાગીય કચેરી અને ગોંડલ મુકામે ૧૬૯૯૭ ચોરસ મીટર વિસ્તારમાં અંદાજીત ૩૪૩ લાખના ખર્ચે આકાર પામેલ ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ તેમજ અધતન ટેકનોલોજીથી સ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ જિલ્લાના અન્ય મહાનુભવો તેમજ સંગઠનના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
નવી આઠ હાઇટેક વોલ્વો બસોની વિશેષતાઓમાં આરામદાયક ૨ બાય ૨ લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેટી માટે અધતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એકઝોસ્ટ ફેન સાથે હેચ તેમજ ઇમરજન્સી એકઝીટ ડોર જેવી આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે તેમજ તેઓની જનસુખાકારીમાં વધારો થવા પામશે. ઉપરાંત રાજકોટ વિભાગીય કચેરી ખાતે કામકાજ અર્થે આવનાર જાહેર જનતા અને ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ ખાતે કરવામાં આવતા નિગમની બસોના મેન્ટેનન્સની સુવિધામાં તેમજ બંને સ્થળે ફરજો બજાવતા કર્મચારીઓની સુવિધામાં વધારો થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech