ગોંડલના વેપારી યુવક પર ડૈયા ગામ પાસે રાત્રીના અજાણ્યા શખસનો ખૂની હુમલો
ગોંડલમાં મોવિયા રોડ પર રહેતા વેપારી યુવાનને રાત્રિના ડૈયા ગામની નદી પાસે કોઈ અજાણ્યા શખસે બોલાવ્યા બાદ મારી નાખવાના ઈરાદે બોથડ પદાર્થનો ઘા ફટકારી દેતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે યુવાનના નાના ભાઈની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી યુવાન પર હત્પમલો કરનાર કોણ અને હત્પમલો કરવા પાછળનું કારણ શું? તે અંગે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં મોવિયા રોડ પર રહેતા જુનેદ ઈબ્રાહીમભાઇ કબીર (ઉ.વ.૩૩) નામના યુવાન પર રાત્રીના ડૈયા ગામની નદીના કાંઠે કોઈ અજાણ્યા શખસે બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ઘટાડવામાં આવ્યો છે.
યુવાનના નાના ભાઈ યાસીન ઈબ્રાહીમભાઇ કબીર (ઉ.વ.૩૨ રહે. ખાટકા શેરી પરમાર ફળિયા, દેવપરા) દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ત્રણ ભાઈના પરિવારમાં જુનેદભાઈ સૌથી મોટા છે. દિનેશભાઈના પ્રથમ લ મુશ્ફેરાબેન ઉર્ફે મુસ્કાન સાથે થયા હતા. જેની સાથે છુટાછેડા થયા બાદ તેમણે બીજા લ નમીયાબાનુ સાથે કર્યા હતા. જે લજીવન થકી તેમને સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે જુનેદ મોવિયા રોડ પર પ્રોવિઝન સ્ટોરની દુકાન છેલ્લા સાત એક મહિનાથી ચલાવે છે. યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વહેલી સવારના ૪:૩૦ વાગ્યે તેમને તેમના ભાભી નમિયાબાનુનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ જુનેદ રાત્રીએ થોડીવારમાં આવું છું કહી જતા રહ્યા બાદ હજુ સુધી ઘરે આવ્યા નથી તેવી વાત કરી હતી. બાદમાં પરિવારજનોએ તેમની શોધખોળ શ કરી હતી. દરમિયાન સવારના ૬:૩૦ વાગ્યે યુવાનને તેના માસીયાઇ ભાઈ નવાઝનો ફોન આવ્યો હતો અને તાકીદે સિવિલ હોસ્પિટલ આવી જવા કહ્યું હતું. જેથી યુવાન ગોંડલ સિવિલ હોસ્પિટલે જતા અને તેના ભાભી નમિયાબાનુ તથા માતા શાહીનાબેન હાજર હતા અને તેના ભાઈ જુનેદને ગંભીર ઈજા પહોંચતી હોય અને તેની સારવાર ચાલુ હતી. આ બાબતે તેણે ભાભીને પૂછતા કહ્યું હતું કે મને કઈં ખબર નથી તેઓ રાત્રિના અગીયાર વાગ્યે ઘરેથી જમીને દુકાને ગયા હતા. બાદમાં તેને ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હતા. દરમિયાન સવારના ૬:૦૦ વાગ્યે કોઈ અજાણ્યા વ્યકિત ફોન ઉપાડો હતો બાદમાં માલુમ પડું હતુ કે, તેઓ ડૈયા ગામ નદીના કાંઠે ઇજાગ્રસ્ત હાલતમાં પડા છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડા હતા. યુવાનને માથામાં વધુ ઇજા પહોંચી હોય જેથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોઈ અજાણ્યા શખસે કામના બહાને યુવાનને બોલાવી અહીં ડૈયા ગામના નદીના કાંઠે તેમના પર જીવલેણ હત્પમલો કર્યેા હતો જે અંગે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હત્પમલાખોરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application