વૈષ્ણવી નગરી ગોંડલના આંગણે નવનિર્મિત ગોવિંદકુંજ હવેલી ખાતે પુરષોતમ પ્રતિ ા મહોત્સવ નિમિતે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ૯ જાન્યુઆરી સુધી શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયુ છ. તેને લઈને કથાના મુખ્ય મનોરથી અને પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસ સ્થાનેથી પોથીનું પૂજન અર્ચન કરી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જેમાં હવેલીના મુખ્ય મનોરથી પારસભાઈ વલ્લ ભભાઈ કટારીયા પરિવાર સાથે તેમજ સમાજના આગેવાનો, અલગ અલગ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉધોગપતિઓ, મહિલા મંડળો અને યુવાનોએ પોથીયાત્રામાં જોડાયા હતા. માલવીયા નગરમાં હવેલી ખાતે પોથીયાત્રા પહોચી ત્યારે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ, માલવીયા નગર, પુનિતનગર, વિશ્વેશ્વર મહાદેવ ગ્રુપ, ગોવિંદકુંજ હવેલીની મહિલાઓ, સત્સગં મંડળો દ્રારા ફુલથી રંગોળી બનાવવામાં આવી હતી શેરીઓમાં સાથિયા કરવામાં આવ્યા હતા પોથીના મહિલાઓ દ્રારા સામૈયા કર્યા હતા.
પુષોત્તમ પ્રતિ ા મહોત્સવ અંતર્ગત કથાના મુખ્ય મનોરથી અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પોથીયાત્રા કૈલાસ બાગ સોસાયટી, વિક્રમસિંહ કોમ્પ્લેક્ષ રોડ, બસ સ્ટેન્ડ, ત્રણ ખૂણીયા, જેતપુર રોડ પરથી માલવીયા નગરમાં આવેલ હવેલી પર પહોંચી હતી.
પોથીયાત્રા માં નાસિક ઢોલ, ૧૫ ઘોડીઓ, ૨૦ બુલેટ, ૩ , ઢોલ ડંકા ગ્રુપ, ડાંગી ડાસ (ઢોલ ડાસિંગ), હિન્દૂ ધર્મ માં આવતા તમામ દેવી દેવતાઓ, બડે હનુમાન, ૪ ખુલ્લ ી જીપ, સહેનાઈ બેન્ડ, ૩ વિન્ટેજ કાર, ૬ ઘોડા સાથે બગી અને શણગારેલા ૪ ટ્રેકટર આકર્ષણ જગાવ્યું હતું.
પોથીયાત્રા માં કન્યાછાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક, નાગરિક બેન્ક ના વાઇસ ચેરમેન યોતિરાદિત્યસિંહ જાડેજા, અશ્ચિનભાઈ રૈયાણી પ્રમુખ નગરપાલિકા, અશોકભાઈ પીપળીયા ચેરમેન નાગરિક બેંક, અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન માર્કેટ યાર્ડ, પ્રફુલભાઈ ટોળીયા, રાજકોટ જિલ્લ ા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા, ગોપાલભાઈ શિંગાળા – પૂર્વ ચેરમેન માર્કેટ યાર્ડ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ શહેર ભાજપ, ધર્મેન્દ્રસિંહ જાડેજા વાઈસ ચેરમેન માર્કેટ યાર્ડ, ક્રિપાલસિંહ જાડેજા કારોબારી ચેરમેન નગરપાલિકા, ભાવનાબેન રૈયાણી પૂર્વપ્રમુખ નગરપાલિકા, જયદીપસિંહ જાડેજા, કિશોરભાઈ ધડુક, અશ્વિનભાઈ પાંચાણી, દિપકભાઈ પારેલીયા, સમીરભાઈ કોટડીયા, ધીભાઇ દેસાઈ, રસિકભાઈ મારકણા, મેહત્પલભાઈ ખાખરીયા, અશ્વિનભાઈ ઠુંમર, નરશીભાઈ બાલધા, કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો, અગ્રણી ઉધોગપતિઓ, મહિલા મંડળો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કથાનું સોમયાજી દીક્ષિત વૈષ્ણવાચાર્ય હરિરાય મહોદયના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ ખાતે નવનિર્મિત ગોવિંદકુંજ હવેલીના પુષોત્તમ પ્રતિ ા મહોત્સવ અવસરે આ શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવ અને છપ્પનભોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય ગોવર્ધનેશ મહોદય રસપાન કરાવશે. કથાના સમય બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી રહેશે તો શ્રીજી મનોરથ માટે સમય સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી રહેશે.
શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવના મનોરથી લવજીભાઈ નાયાભાઈ ધડુક, ઉજીબેન લવજીભાઈ ધડુકના સ્મરણાર્થે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, મંજુલાબેન રમેશભાઈ ધડુક, નૈમિશભાઈ રમેશભાઈ ધડુક, મોનાબેન નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક, ફ્રેનિકુમાર રમેશભાઈ વેકરીયા, દ્રષ્ટ્રિબેન ફ્રેનિકુમાર વેકરીયા, નરેન્દ્રભાઈ લખમણભાઈ ભાલાળા, જીયા, જીવીકા, તેજ અને આહના સહિતના મનોરથી પરિવાર આ ઉત્સવમાં જોડાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech