ગોંડલ: નિકાસની છૂટ મળતા જ યાર્ડમાં ડુંગળીના ભાવ મણના ૪૫૦ સુધી બોલાયા

  • February 22, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. અને નિકાસબંધી ઉઠાવી લેવાની માગ સાથે ખેડુતોએ વિરોધ-પ્રદર્શનો પણ કર્યા હતા. મોટાભાગના ખેડુતોએ ના છૂટકે ડુંગળીનું વેચાણ કરી દીધુ હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવતા ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. એટલે જે ખેડુતોના ઘરમાં ડુંગળીને જથ્થો પડ્યો છે.

એવા ખંડુતોને લાભ મળશે. ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણ રૂપિયા ૨૦૦-૨૫૦ના ભાવ વધીને ૪૦૦થી ૪૫૦ રૂપિયા ભાવ બોલાતાં ખેડુતોને રાહત થઈ છે.
​​​​​​​
કેન્દ્ર સરકારે નિકાસબંધી ઉઠાવી લેતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નિકાસ પ્રતિબંધ હટી જતા આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધુ ઊંચકાય તેવી શક્યતા છે. હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિમણ રૂપિયા ૨૦૦-૨૫૦ને બદલે ૪૦૦થી ૪૫૦ રૂપિયા ભાવ બોલાયા છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે. સફેદ ડુંગળીની આવક ૧૨,૮૫૬ કટા જોવા મળી છે. હરાજીમાં સફેદ ડુંગળીનો ભાવ રૂ. ૨૦૧થી ૨૮૬ બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીના ૧૦ હજાર કટાની આવક થઈ છે. લાલ ડુંગળીના હરાજીમાં ભાવ રૂપિયા રૂ. ૮૧થી ૪૩૬ સુધીના જોવા મળ્યા છે. નિકાસ બંધી હતી ત્યારે લાલ ડુંગળીના ભાવ ૨૭૧ સુધીના બોલાતા હતા. નિકાસ બંધી હટાવતા જ ભાવમાં આશરે રૂ. ૧૪૦ રૂપિયા જેવો વધારો જોવા મળ્યો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેતા ખેડૂતોને રાહત થઈ છે. આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધવાની સંભાવના છે.
માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application