ગોંડલના અનિડાના ગ્રામજનોનો વીજ કચેરીએ હલ્લાબોલ: રામધૂન બોલાવી વિરોધ કર્યેા

  • August 31, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે  સામે ગ્રામજનોમાં રોષ ભભૂકયો છે. અંદાજિત ૩૫૦૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાં વારંવાર ખોરવાતા વિજ પુરવઠાની ફરિયાદો ગ્રામજનો કરીને થાકી ગયા છે. ગ્રામજનોની ફરિયાદ  ના અધિકારીઓના બહેરા કાને અથડાતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે.
ગામમાં ખેતીવાડી અને રહેઠાણ સહિત છેલ્લ ા ૭ દિવસથી વિજ પુરવઠા ને લઈને ધાંધિયા છે. વીજળીના ધાંધિયા થી પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું શુક્રવારે મોડી સાંજે ગોંડલ  કચેરીએ દોડી આવ્યું હતું. અનિડા ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત ૧૫૦ જેટલા લોકોએ  કચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યેા હતો. ગ્રામજનોએ વિજ ધાંધિયાને લઈને  કચેરીએ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. દિવસ ૪ માં ગામમાં વારંવાર ખોરવાતો વિજ પુરવઠાનો પ્રશ્ન હલ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ગ્રામજનોએ આપી હતી.
અનિડા ગામના વતની દિવ્યેશ ભાલોડીએ જણાવ્યું કે છેલ્લ ા સાત દિવસથી ખેતીવાડીને ઘર માટે લાઇટ આવી જ નથી. સિંગલ ફેસ પણ નહીં. ખેડૂતોએ અત્યારે પાણી ની કુંડી ભરવાની, માલ ઢોર હોય, મજૂર વર્ગ હોય તો એના માટે શું કરવું?  જો ચાર દિવસમાં કામ નહીં થાય તો અમે વીજ કંપનીની કચેરીમાં ધરણા પર બેસીશું.
અનિડા ગામના સરપચં સામતભાઈ બાંભવાએ જણાવ્યું કે છેલ્લ ા સાત દિવસથી અમારા ગામમાં લાઈટનો પ્રોબ્લેમ છે. પીજીવીસીએલના અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ફોન ઉપાડે તો સરખો જવાબ મળતો નથી. અમે હેલ્પરને અનેક વાર કોલ કર્યા પરંતુ હેલ્પર ફલ જ હોઈ છે વરસાદને કારણે રાત્રે વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાય છે. હેલ્પર વીજ લાઈનના ફોલ્ટ રીપેરીંગ કરવા માટે આવતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application