નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી ગોલ્ડી બ્રાર અને અન્ય એકની ધરપકડ માટે રોકડ ઈનામની જાહેરાત કરી છે. બંને ચંદીગઢમાં એક બિઝનેસમેનના ઘરે છેડતી અને ફાયરિંગ કેસમાં આરોપી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ માહિતી આપવા માટે પ્રત્યેકને 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.ચંદીગઢમાં એક બિઝનેસમેનના ઘરે છેડતી અને ફાયરિંગના મામલામાં એનઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એજન્સીએ વધુમાં કહ્યું કે માહિતી આપ્નારા વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.આ બન્ને આરોપી પર જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાના મર્ડરનો પણ આરોપ છે.
આતંકવાદી ગોલ્ડી બ્રાર અને અન્ય ગેંગસ્ટર 8 માર્ચ, 2024 ના રોજ ચંદીગઢમાં એક વેપારીના ઘરે છેડતી માટે થયેલા ગોળીબાર સંબંધિત કેસમાં વોન્ટેડ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ બંનેની શોધમાં તપાસની જાળ ફેલાવી છે પરંતુ તેમાં કોઈ કામિયાબી ન મળતા અંતે ઈનામની જાહેરાત કરવી પડી છે.
આરોપી સતવિંદર સિંઘ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર, શમશેર સિંહ, નિવાસી આદેશ નગર, મુક્તસર સાહિબ શહર, પંજાબ અને આરોપી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોન ઉર્ફે ગોલ્ડી રાજપુરા, સુખજિંદર સિંહ, બાબા દીપ સિંહ , રાજપુરા, પંજાબના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આ બંનેની માહિતી આપવા માટે આ નંબરો અને ઈમેલ એડ્રેસ જાહેર કયર્િ છે.જે માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની નવી દિલ્હી ઓફીસ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ચંદીગઢ બ્રાન્ચ ઑફિસ પર સંપર્ક કરી શકાશે.
ગોલ્ડી બ્રાર પર અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીનો આરોપ છે
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નિશાન બનાવવામાં આવેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં પણ ગોલ્ડી બ્રારને માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી કે હત્યા માટે તે શાર્પશૂટર્સ પણ આપતો રહ્યો છે. ગોલ્ડીને આ વર્ષે ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech