ગોલ્ડન બોય નીરજે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

  • August 09, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસ ઓલિમ્પિકસ ૨૦૨૪ની ઇવેન્ટ જેવેલિન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે પરંતુ ભારતના નીરજ ચોપરા પર પાકિસ્તાનના અરશદ નદીમ ભારે પડા. અરશદે ૯૨.૯૭ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. નીરજે ૮૯.૪૫ મીટર ભાલા ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ ીને જીત્યો હતો.
નીરજે બીજા રાઉન્ડમાં ૮૯.૪૫ મીટરનો થ્રો કર્યેા હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રે થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે. નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યકિતગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય.
નીરજ ચોપરા ગઈકાલે રાત્રે ૧૧:૪૫ વાગ્યે પેરિસમાં ભાલા ફેંકયા ત્યારે એવી અપેક્ષા હતી કે તે ભારતને આ ઓલિમ્પિકનું પહેલું ગોલ્ડ અપાવશે, પરંતુ પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે પાકિસ્તાનને પોતાનો પહેલો વ્યકિતગત ગોલ્ડ મેડલ અપાવ્યો. યાં ભારતને આંચકો લાગ્યો હતો.આ રીતે, પાકિસ્તાન હવે એક ગોલ્ડ મેડલ જીતીને મેડલ ટેલીમાં ૫૩માં નંબરે છે. યારે ભારત તેનાથી ૧૧ સ્થાન નીચે ૬૪મા ક્રમે છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં નીરજના ૧ સિલ્વર સહિત ૪ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતને હોકીમાં એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે, યારે ૩ મેડલ શૂટિંગમાં આવ્યા છે.
તેનો અર્થ એ છે કે, તે સ્પષ્ટ્ર છે કે પાકિસ્તાનનો ગોલ્ડ મેડલ ભારતના ૫ કરતાં વધુ છે. જેના કારણે પાકિસ્તાન મેડલ ટેબલમાં ભારતથી ઉપર પહોંચી ગયું છે. અરશદ નદીમે મેડલ જીતીને બેવડો ફટકો આપ્યો, કારણ કે નીરજ ચોપરા વિશે એવી અપેક્ષા હતી કે તે ભારતને ગોલ્ડ મેડલ અપાવશે


આજે અરશદનો દિવસ હતો સારો થ્રો કર્યેા: નીરજ ચોપરા
નીરજ ચોપરાએ કહ્યું, જેણે મહેનત કરી છે તેને ચોક્કસ ફળ મળશે. અરશદ દ્રારા કરવામાં આવેલ થ્રો ખૂબ જ સારો હતો અને તે યોગ્ય જગ્યાએ આવ્યો યાં તેની જર હતી. કદાચ આજનો દિવસ મારો ન હતો. અરશદ સાથે ભૂતકાળમાં પણ ઘણી સ્પર્ધાઓ થઈ છે, આજે આખરે એવું બન્યું કે અરશદે સારો થ્રો કર્યેા. આજે તેમનો દિવસ હતો, તેમને ઉજવણી કરવાનો મોકો મળ્યો. ભવિષ્યની સ્પર્ધાઓમાં પણ આ રીતે રમવાનું ચાલુ રાખશે.


ગોલ્ડ જીત્યો છે તે પણ આપણો જ છોકરો છે: નીરજનાં માતા
નીરજ ચોપરાની માતાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે તે પણ આપણો જ છોકરો છે. પાણીપતમાં રહેતા નીરજ ચોપરાના માતા સરોજ દેવીએ કહ્યું, અમે ખૂબ જ ખુશ છીએ, અમારા માટે સિલ્વર પણ ગોલ્ડ જેવો જ છે. તેણે સખત મહેનત કરીને લીધો છે. દરેક ખેલાડીનો દિવસ હોય છે. તે ઘાયલ થયો હતો, તેથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. જયારે નીરજ આવશે ત્યારે હુ તેનું મનપસદં ભોજન બનાવીશ






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News