સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો જાણો આજના લેટેસ્ટ ભાવ

  • May 25, 2023 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 60,000 રૂપિયાની સપાટી નજીક પહોંચી ગયું છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 70,000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનું ભાવ 60,228 રૂપિયા હતું, ગઈકાલની સરખામણીમાં 452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું. જ્યારે ચાંદીનો ભાવ 817 રૂપિયા ઘટીને 70,312 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.



કેરેટ

ભાવ (રૂપિયા/10 ગ્રામ)

24

60,228

23

59,987

22

55,169

18

45,171


આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન સંજોગોને જોતા લાગે છે કે તે 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સોનાને સપોર્ટ શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે મળી રહ્યો છે. આ કારણે વર્ષના અંત સુધીમાં સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોચી શકે છે.

 ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application