BREAKING NEWS

રાજકોટમાં સોનુ 2,700 ગબડીને 1,38,551 પર પહોંચ્યું, ચાંદીમાં પણ 3900નો કડાકો

  • December 30, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક પરિવર્તનના કારણે ફરી એક વખત દેશના સોના-ચાંદીના વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે એમસીએક્સ પર તારીખ 30 ડિસેમ્બરને મંગળવારે જીએસટી વિના ચાંદીના ભાવ રૂ.3973 તૂટીને રૂ. 2,31,467 પ્રતિ કિલો પર સોનાના ભાવ રૂ. 2799 ગબડીને પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે 1,35,847 પર આવી પહોંચ્યા છે. જ્યારે આજે રાજકોટની સ્થાનિક બજારમાં જીએસટી સાથે ચાંદીના ભાવ રૂ.2,35,380 તથા સોનાના ભાવ રૂ.1,38,551 પર આવી પહોંચ્યા છે. આ અગાઉ 24 ડિસેમ્બરે સોનાનો ભાવ 1,41,350ની સર્વોચ્ચ સપાટી પર હતું.​​​​​​​


આ વર્ષે સોનામાં રૂ.58,622નો ઉછાળો નોંધાયો 

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 4361.23 પ્રતિ ઔંસ નોંધાયો હતો. આ વર્ષે સોનામાં રૂ.58,622નો ઉછાળો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં રૂ. 1,45,450 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી ચાંદી 71,000 પ્રતિ કિલો અને સોનું 11000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ બન્યું છે. આજે સોના અને ચાંદી બને કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.


ચાંદી થોડીવાર માટે 80 ડોલર પ્રતિ ઔંસ પાર ચાલી ગઈ હતી

સોમવારે ચાંદી થોડીવાર માટે 80 ડોલર પ્રતિ ઔંસ પાર ચાલી ગઈ હતી. પરંતુ સાંજ સુધીમાં ચાંદી ગબડીને 71 ડોલર સુધી પહોંચી ગઈ હતી.ચાલુ નાણાકીય વર્ષ 2025 માં ચાંદીમાં કુલ 181 ટકાનો વધારો નોંધાયો છે. સોના કરતા ચાંદીમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જેના માટે અમેરિકામાં તેને ક્રિટિકલ મિનરલ નો દરજજો મળવો, નિકાસમાં ઘટાડો, ઔદ્યોગિક ઉપયોગીતામાં વધારો તેમજ રોકાણકારો દ્વારા ચાંદીની થઈ રહેલી ખરીદી સહિતના કારણો જવાબદાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application