સોનાનો ભાવ 73,000ની સપાટીને પાર: એક મહિનામાં 9000 મોંઘું થયું

  • April 09, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે બજાર ખુલતાની સાથે જ સોનાનો ભાવ 73000ની સપાટીને પાર કરી ઓલ ટાઈમ હાઈ પહોંચતાની સાથે જ 74 હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવમાં 9000 જેટલો ઉછાળો અને 100 ગ્રામમાં 90,000 જેટલો ઉછાળો આવ્યો હોવાનું સોનીબજારના વિશ્લેષકો જણાવી રહ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી પીળી ધાતુ તેજ ગતિથી આગળ વધી રહી છે. વૈશ્વિક કક્ષાએ બદલાતા રાજકીય સમીકરણો, યુદ્ધની પરિસ્થિતિ તેમજ દેશમાં ચૂંટણી આ બધા જ પરિબળોને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ભારે પેઢી આવી છે તો સાથે ચાંદી પણ 82,000 ની સપાટીને પાર કરી ચૂકી છે.

વધતા ભાવના પગલે સોનાની ખરીદીમાં બ્રેક લાગી છે. જેના લીધે બજારોમાં શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઓર્ડરો પણ થંભી જતા કારીગરો પણ રજા લઈને પોતાના વતન તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના મયુરભાઈ આડેસરાએબજણાવ્યું હતું કે, આ સપ્તાહમાં બજાર ખુલતા ની સાથે જ સોનાનો ભાવ ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. 73 હજારની સપાટીને પાર કરીને 74000 નજીક પહોંચ્યો છે જ્યારે આ ભાવ ટૂંક સમયમાં 75,000 ની ટોચે પહોંચે તો નવાઈ નહીં રહે આમ પણ બજારમાંથી વિશ્લેષકો દ્વારા ધારણા કરવામાં આવી રહી છે કે સોનાનો ભાવ એપ્રિલ સુધીમાં 75 હજારની ટોચે પહોંચવાની શક્યતા પ્રબળ બની રહી છે.
પેલી માર્ચથી સોનાના ભાવ માં જે ગતિથી રફતાર આવી છે તેમાં આજની તારીખે 10 ગ્રામે 9000 નો વધારો નોંધાયો છે. પેલી માર્ચે સોનાનો ભાવ 63,000 પ્રતિ 10 ગ્રામ હતો જે આજે 9 એપ્રિલે 73 હજારની સપાટી પર આવી જતા સોનુ 10 ગ્રામે 9 મોંઘુ થયું છે જ્યારે ચાંદીમાં પણ 82000 ની સપાટી આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application