સોનાના ભાવ આસમાને પહોંચવા છતાં આજે 18 ઓક્ટોબર અને ધનતેરસના શુભ પર્વ પર રંગીલા રાજકોટવાસીઓ હોંશે હોંશે સોનાની શુકનવંતી ખરીદી કરતા જોવા મળ્યા હતા. આજે રાજકોટની સોની બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 1,32,500 પ્રતિ 10 ગ્રામ નોંધવામાં આવ્યા હતા. જે આગલા દિવસની સરખામણીમાં 2,600નો ઘટાડો સૂચવે છે. જયારે દેશમાં 100 ગ્રામ ચાંદીના ભાવ કિલો ચાંદી 1,22,000 ઙ્કર ઙ્કહોંચી ગઈ છે. જે ગઈકાલ કરતા ા.13,000ઙ્ગો ઘટાડો સૂચવે છે. જેના કારણે શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો પ્રેરાયા હતા. વળી દેવ દિવાળીથી લગ્નગાળાની શરૂઆત થતી હોવાથી લગ્નસરાની ખરીદી કરીને શુકન સાચવી લેનાર ગ્રાહકો જોવા મળ્યા હતા. વહેલી સવારથી ધીમી અવર-જવર બાદ બપોરે ખરીદી વધી હોવાનું પરંતુ ગત વર્ષની સરખામણીમાં ખરીદી 40 ટકા જ ઘરાકી હોવાનું રાજકોટના ઝવેરીઓએ જણાવ્યું હતું.
ભારતીય શાસ્ત્રો પ્રમાણે આજે ધનતેરસના પર્વ પર સોના અને ચાંદીની ખરીદીનું મહત્વ રહેલું છે. પરંતુ સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવના કારણે મધ્યમ વર્ગ મુસીબતમાં મુકાયો છે. મધ્યમ વર્ગના ગ્રાહકો દ્વારા સોની બજારમાં લગ્ન ગાળાને લઈને 24 કેરેટના સોનાની જ ડિમાન્ડ છે, પરંતુ ભાવ વધારાના કારણે લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ કરવામાં આવી રહી હોવાનું અહીંના મોટાભાગના ઝવેરીઓ જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સુદર્શન વીજી ગોલ્ડના સંચાલક સોનુભાઈ સાહોલિયાના જણાવ્યા પ્રમાણે રોકાણની દ્રષ્ટિએ સોના અને ચાંદી બંનેની લગડી અને સિક્કાની ડિમાન્ડ આજે સોની બજારમાં જોવા મળી રહી છે.
રાધિકા જ્વેલર્સના સંચાલક દર્શિતભાઈ સોનીએ જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યા પછી ગ્રાહકો બોહળા પ્રમાણમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. ધનતેરસના દિવસે શુકનવંતી ખરીદીનું મહત્વ રહેલું છે. ત્યારે લગ્નસરાની સીઝન નજીક હોવાના કારણે 24 કેરેટ સોનામાં લાઇટ વેઈટની જ્વેલરીમાં ચેન, વીંટી,બંગડી, પાટલા, નેકલેસ સહિતની તમામ ચીજ વસ્તુઓની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ રોકાણની દ્રષ્ટિએ લગડી સિક્કાની ડિમાન્ડ વધી છે. આજે શુકન સાચવવા માટે લોકોએ નાની મોટી ખરીદી કરી અને ધનતેરસના મહિમાને યથાવત રાખ્યો છે. વળી લગ્નસરાની લાઈટ વેઈટ ખરીદી અત્યારથી ડિઝાઇન સહિતની પસંદગી કરીને બહોળા પ્રમાણમાં બુકિંગ પણ કરી રહ્યા છે. આમ, રાજકોટની સોની બજારમાં ગ્રાહકોની અવર-જવરને જોતા રાજકોટવાસીઓને ખરીદીમાં મોંઘવારી પણ નડતી હોય એવું લાગી રહ્યું છે.
છેલ્લ ા ઘણા સમયઙ્ખી સોના -ચાંદીના વધી રહેલા ભાવ વચ્ચે આજે ધઙ્ગતેરસઙ્ગા દિવસે સોઙ્ગાઙ્ગી કિંમતમાં 2000 ઙ્કિયા ઘટાડો ઙ્ખતાં લાભ લેવા માટે ગ્રાહકો ઉમટી ઙ્કડયા હતા. જ્યારે એકસીએકસ પર 24 કેરેટ સોનાના ભાવ 1,30,000 પ્રતિ 10 ગ્રામ ઙ્ગોંધાયા હતા. જ્યારે સ્ઙ્ખાઙ્ગિક બજારમાં તના કરતા 2000 વધારો હોવાનું તઙ્ખા ચાંદીના ભાવમાં એકસીએકસ પર હળવો ઘટાડો નોંધાયો હોવાનું સોની બજાના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application