સોનું ૭૦૦૦૦ની સપાટીએ: એક મહિનામાં ૭,૦૦૦ વધ્યું

  • March 29, 2024 12:18 PM 


સોનાનો ભાવ ૭૦ હજારની ઐતિહાસિક સપાટીને પાર કરી તેજીમાં આગેકૂચ જાળવી રાખી છે. ઝવેરી બજારના તજજ્ઞોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં સોનાનો ભાવ ૭૫૦૦૦ ની નજીક જ પહોંચે તેવી ધારણા થઈ રહી છે છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામે સાડા છ હજારનો જંગી ઉછાળો આવ્યો છે.ગુરૂવારથી સોનાના ભાવમાં તીવ્ર ઉછાળા સાથે ગઈકાલે સાંજે છ ૭૦,૦૦૦ ની સપાટીને પાર કરી ગયો હતો યારે આજે સવારે રાજકોટની બજાર ખુલતાં ની સાથે ભાવ ૧૦ ગ્રામના ૭૦,૫૪૩ નોંધાયા હતા. આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ગુવારે સાંજે સોનું ૨૨૧૫ ડોલર પ્રતિ ઓંસની સપાટીએ જોવા મળ્યું હતું. સોનાનો ભાવ ૭૦ હજારની વિક્રમ જનક સપાટી એ પહોંચી ગયો છે.
છેલ્લા એક મહિનામાં સોનાના ભાવની સપાટી દિન પ્રતિ દિન આગળ વધી રહી છે ત્યારે આજે બજાર સવારે ખુલે ત્યારે ૧૦ ગ્રામના ૭૦૫૪૩ ભાવ નોંધાયા હતા યારે બપોર સુધીમાં ૭૦ ૭૦૦ ની સપાટી ૧૦ ગ્રામ ની પહોંચી ગઈ છે.

એક મહિનામાં ૬૨૦૦૦ ના ભાવથી સપાટી આગળ વધીને ૭૦,૦૦૦ ને પાર કરી ચૂકી છે ત્યારે ૩૦ દિવસમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત માં ૭,૦૦૦ નો વધારો નોંધાયો છે. રોકાણકારોને એક મહિનામાં સારું વળતર મળ્યું છે. વધતા ભાવમાં રોકાણકારો વેચાણની જગ્યાએ વધુ ખરીદી કરી રહ્યા છે અને હજી પણ લોકોને એવી આશા છે કે સોનાનો ભાવ ૭૫ હજારની સપાટીને ટૂંક સમયમાં પાર કરી જશે

એક જ સપ્તાહમાં વધેલી સપાટી
(૧૦ ગ્રામ સોનાના ભાવ)
૨૧ માર્ચ  રૂા. ૬૯,૦૦૦
૨૨ માર્ચ  રૂા. ૬૮,૫૦૦
૨૩ માર્ચ  રૂા. ૬૮,૪૦૦
૨૬ માર્ચ  રૂા. ૬૮,૮૦૦
૨૭ માર્ચ રૂા. ૬૮,૮૦૦
૨૮ માર્ચ રૂા. ૬૯,૫૦૦
૨૯ માર્ચ રૂા. ૭૦,૭૦૦




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application