આજે સોના અને ચાંદીના ભાવમાં ચમકારો આવ્યો છે, સોનાનો ભાવ 75000 નજીક અને ચાંદી 92000 ને પાર થઈ ગઈ છે. આ વર્ષે બંને ધાતુના ભાવમાં અનિશ્ચિતતા ના પગલે ખરીદીને બ્રેક લાગી છે તો બીજી તરફ લગ્ન ગાળાની સીઝન પણ આંશિક જ હોવાના લીધે માંગ ખૂબ ઘટી છે તો છેલ્લા એપ્રિલ મહિનાથી ભાવમાં સતત તેજી આવ્યા બાદ આંશિક ઘટાડો આવે છે. આજે 21મી જુનએ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી જેમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,956 ટીસીએસ સાથે અને ટીડીએસ માં 74,880 ભાવ નોંધાયો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાના વધારા સાથે 92,500 નોંધાયા હતા.
બુલિયન માર્કેટના નિષ્ણાતોના મત અનુસાર, આગામી એક વર્ષમાં સોનાનો ભાવ 85,000 ને પણ પાર થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી, જ્યારે ચાંદી પણ એક લાખને પાર થઈ જશે અભિપ્રાયો ઘણા સમયથી સોના ચાંદીના તજજ્ઞો દ્વારા થઈ રહ્યા છે.
આ વર્ષે વધેલા ભાવ અને લગ્નગાળાની ન હોવાના લીધે સ્થાનિક વેપારમાં મોટો ફટકો પડ્યો છે ઝવેરીઓના જણાવ્યા અનુસાર હવે દિવાળી પછી જે લગ્નના મુહૂર્ત આવી રહ્યા છે તેની ખરીદીનો દોર જુલાઈ મહિના પછી શરૂ થશે તેવી આશા રાખીને વેપારીઓ બેઠા છે.
જાન્યુઆરી મહિનાથી લઈ જૂન મહિનામાં એટલે કે છ મહિના દરમિયાન સોનાના ભાવમાં 9,000 થી પણ વધારે વધારવા આવ્યો છે એ પણ દરેક પ્રસંગોપાત સોનુ ખરીદવું મોંઘું થયું છે જ્યારે રોકાણકારોને સારું વળતર મળી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક લોકોની બજારમાં પણ 60% જેટલી માંગ ઘટી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIndia GDP: બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડાએ કર્યા નિરાશ, ઘટીને 5.4 ટકા થયો આર્થિક વિકાસ દર
November 29, 2024 06:25 PMમુંબઈમાં યોજાનારી મહાયુતિની બંને બેઠકો રદ્દ, એકનાથ શિંદે તેમના ગામ સાતારા જવા રવાના
November 29, 2024 06:03 PMMPમાં ભેંસનું છાણ રસ્તા પર મળી આવતાં માલિકને 9000 રૂપિયાનો દંડ
November 29, 2024 06:00 PMખાલિસ્તાનીઓ મંદિરની ૧૦૦ મીટરની આસપાસ પણ નો આવે, કેનેડાની કોર્ટેનો પોલીસને આદેશ
November 29, 2024 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech