વાણિય મંત્રાલયના ડેટા અનુસાર, કિંમતી ધાતુઓના ઐંચા ભાવને કારણે, એપ્રિલ–ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચેના ૧૧ મહિનામાં ભારતની સોનાની આયાત ૨૮.૭૩ ટકા વધીને ૬૯ અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના સમાન સમયગાળામાં સોનાની આયાત ૫૩.૫૨ અબજ ડોલર હતી. માહિતી અનુસાર, સોનાની આયાતમાં આ વધારાથી દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) ૩૧૦.૬૦ અબજ ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૨૬૧.૮૦ અબજ ડોલર હતી. ભારતની કુલ સોનાની આયાતમાં સ્વિટઝર્લેન્ડનો હિસ્સો સૌથી મોટો છે, જે લગભગ ૪૦ ટકા છે. ત્યારબાદ સંયુકત આરબ અમીરાત (૧૬ ટકાથી વધુ) અને દક્ષિણ આફ્રિકા (લગભગ ૧૦ ટકા) આવે છે.
ભારતની કુલ આયાતમાં સોનું ૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. એપ્રિલ–ફેબ્રુઆરી ૨૦૨૫–૨૬ દરમિયાન સ્વિટઝર્લેન્ડથી કુલ આયાત ૧૧.૫૭ ટકા વધીને ૨૩.૫ બિલિયન થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં સ્વિટઝર્લેન્ડથી સોનાની આયાત વાર્ષિક ધોરણે ૭૧૯.૩૦ ટકા વધીને ૨.૭૧ બિલિયન ડોલર થઈ ગઈ છે. ચીન પછી ભારત સોનાનો વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. આ આયાત મુખ્યત્વે ઘરેણાં ઉધોગની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. સોનાની વધતી આયાતની સીધી અસર ભારતના ચાલુ ખાતાની ખાધ પર પડે છે.
દિલ્હીમાં સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ . ૧,૫૧,૫૦૦ છે. ગયા ગુવારે, દિલ્હી બુલિયન બજારમાં ૯૯.૯ ટકા શુદ્ધ સોનાનો ભાવ ૩,૫૦૦ પિયા (૨.૨૬ ટકા) ઘટીને ૧,૫૧,૫૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બધં થયો હતો. ગુવાર પછી, ગુડ ફ્રાઈડે માટે શુક્રવારે બુલિયન બજાર બધં રહ્યું હતું, અને શનિવાર અને રવિવારે પણ બજારો બધં રહ્યા હતા.