ગોવા શિપયાર્ડ લી. દ્વારા જી.જી. હોસ્પીટલને ઈ.આર.સી.પી. ઈન્સ્ટ્રુમેન્ટનું અનુદાન

  • October 18, 2024 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલ ગુજરાતમાં બીજા નંબરની હોસ્પીટલ છે, અને આ હોસ્પીટલમાં જામનગર શહેર - જીલ્લા, દેવભૂમિ દ્વારકા જીલ્લા, જુનાગઢ જીલ્લા, પોરબંદર જીલ્લામાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. હોસ્પીટલનાં સર્જરી વિભાગમાં ઈ.આર.સી.પી. ની સુવિધા ઉભી કરવા માટે વિભાગના વડા ડો. કેતનભાઈ મહેતાએ ગોવા શિપયાર્ડ લી. (ભારત સરકાર સાહસ) ના ઇન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર એડવોકેટ હસમુખભાઈ હિંડોચાને વાત કરી હતી.


તેઓએ આ મામલે કંપનીમાં રજુઆત કરી હતી, અને કંપનીએ અંદાજે રૂા. ૨૦ લાખના ખર્ચે હોસ્પીટલનાં સર્જરી વિભાગને ઈ.આર.સી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદીને મોકલાવ્યું છે.


આ મશીન જી. જી. હોસ્પીટલમાં ઉપલબ્ધ થવાથી પિતાશયની પથરીથી થતાં કમળાની સારવાર, સ્વાદુપિંડ (પેન્ડિયાસ) નાં કેન્સરનાં રોગનું નિદાન તથા કમળાથી થતી અન્ય ઉપાધિઓની સારવાર દર્દીઓને મળી રહેશે, અને દર્દીઓ ખાનગી હોસ્પીટલમાં થતી ઉપરોક્ત રોગોની ખર્ચાળ સારવારનાં મોટા-ખર્ચમાંથી બચી જશે.


અત્રે એ નોંધનીય છે કે, આ અગાઉ પણ ગોવા શિપયાર્ડ તરફથી જામનગરની આ હોસ્પીટલના ઓર્થોપેડીક વિભાગ તથા સર્જરી વિભાગને સી-આર્મ ઇન્સ્ટ્રુમેન્ટો આશરે ૧૭-૧૭ લાખના ખર્ચે ખરીદીને અર્પણ કરેલાં છે. આ તમામ મશીનો ગોવા શિપયાર્ડ લી. એ પોતાના કોર્પોરેટ સોશીયલ રિસ્પોન્સીબીલીટી હેઠળની પ્રવૃત્તિ અંતર્ગત અર્પણ કરેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News