વિકાસની વાતો નહીં કામ કરે એવા ઉમેદવારો આપો: ઉપલેટાનો જનમત

  • January 30, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી ૧૬મી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષો પાસે આમ જનતા અને સમાજ શ્રે ીઓ કેવી અપેક્ષા હોય છે અને લોકોની વચ્ચે કેવા ઉમેદવારોને જનાદેશ આપવો જોઈએ તે આમ જનતા અને સમાજ શ્રેષ્ઠીઓેએ પોતાના મંતવ્યો રજુ કર્યા છે. મોટાભાગના લોકોએ યુવાનો અને બિન ભ્રષ્ટ્રાચારીઓને મેદાનમાં ઉતારવાના મંતવ્યો ઉચાર્યા છે.
છેલ્લ ા બે વર્ષથી શહેરના વિકાસનું મુખ્ય અગં ગણાતા સ્થાનીક સ્વરાજયની સંસ્થા એટલે નગરપાલિકા, વહીવટદારના હવાલે છે ત્યારે આગામી ૧૬મીએ વહીવટદારના શાસનમાંથી મુકત કરવા ચૂંટણી પચં દ્રારા ચૂંટણી જાહેર કરાઈ છે ત્યારે મોટાભાગે નગરપાલિકા પાસે લોકોની મુખ્ય માંગણી રસ્તા, શુધ્ધ પાણી, સ્વચ્છ ગટરો, સ્ટ્રીટ લાઈટ જેવા મુખ્ય મુદ્દા સામાન્ય જનતા અપેક્ષા રાખતી હોય છે પણ આ સાથે સાથે નગરપાલિકાની ફરજ અનેકગણી જના સ્મારકોની જાળવણી, સ્વીમીંગ પુલ, બાગ બગીચા લોકોને જોગીંગ માટેનું મેદાન પ્રાથમીક શાળાના બિલ્ડીંગો અને પ્રજા ઉપર કોઈ ખોટા કરવેરા નાખવાને બદલે રાય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનામાંથી વધુ ઝડપથી થાય અને ભ્રષ્ટ્રાચાર વગરના વિકાસ થાય તેવી જનતાને અપેક્ષા હોય છે ત્યારે આગામી ૧૬મીએ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીએ કેવા ઉમેદવારોને પ્રજા વચ્ચે મોકલવા જોઈએ અને ચૂંટણી લડતા પહેલા ચૂંટણી ઢંઢેરા બહાર પાડી આગામી પાંચ વર્ષમાં તેનો અમલ થઈ શકે તેવા પ્રજાલક્ષી ઢંઢેરાની આમ જનતા અપેક્ષા રાખી રહી છે. હાલ ઉપલેટા શહેરમાં ધારાસભ્ય અને સાંસદ બન્ને ભારતીય જનતા પાર્ટી વર્તમાન શાસન કર્તા છે ત્યારે જનતાએ પણ રેલવે, આરોગ્ય જેવી સેવાઓ વધુમાં વધુ લોકોને મળે તેવી આશા છે.
૪૧ હજાર જેટલા મતદારો ધરાવતી ઉપલેટા નગરપાલિકા નવ વોર્ડ માટે ૩૬ ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષો ચૂંટણીના મેદાનમાં પ્રજાના જનાદેશ લેવા માટે જશે ત્યારે જનતાએ પણ આવતા ઉમેદવારોનો ભુતકાળ અને વર્તમાન અને તેની સેવાકીય પ્રવૃતિ ધ્યાનમાં રાખી જનાદેશ આપવો જોઈએ. જો પાર્ટીને ધ્યાનમાં રાખી જનાદેશ આપવામાં આવશે તો આગામી પાંચ વર્ષ માટે જનતાએ પાર્ટીના નિયમોનું પાલન કરવાનો વારો આવશે.

જ્ઞાતિજાતિથી પર રહેનારની પસંદગી યોગ્ય
ઉપલેટા કટલેરી બજાર એસોસિએશનના પ્રમચુખ માયાભાઈ ચંદ્રવાડિયાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે પહેલા તો પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરતા પહેલા તે નગરનો અર્થ જાણવો હોવો જોઈએ. મ.એટલે મળ, ગ.એટલે ગટર અને ૨ એટલે રસ્તા આ ટૂંકો અક્ષર નગરના વિકાસમાં હિત ધરાવતો હોવો જોઈએ પાર્ટીએ કવોલીટીવાળા માણસોની પસંદગી કરવી જોઈએ આમ સામાન્ય નાગરિકના પ્રશ્નો સમજતા હોવા જોઈએ વાદ–વિવાદ કરતા લોકોને નગરપાલિકામાં સ્થાન ન મળવું જોઈએ. પાર્ટીએ કોઈપણ જ્ઞાતિજાતિથી પર રહી શકે તેવા લોકોની પસંદગી કરવી જોઈએ તેઓએ વેપારી અને નગરજનોને પણ અપિલ કરી છે કે ૧૦૦ ટકા મતદાન કરો અને સારા અને સ્વચ્છ ઉમેદવારને ચૂંટીને મોકલો.

ન.પા. ગુંડા ઉછેર કેન્દ્ર ન બને તેની કાળજી રાખવી જરૂરી
શહેરના જાણીતા વેપારી અગ્રણી સહકારી આગેવાન અને પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ વિનુભાઇ ઘેટિયાએ જણાવેલ કે નગરપાલિકાનું સુકાન એવા માણસોને આપવું જોઇએ કે તેઓ ખોટુ કરતા પહેલા ગામનો અને સમાજનો ડર રાખે. ખાસ કરીને પાર્ટીએ નો રિપિટ થીયરી અપનાવવી જોઇએ. નગરસેવકની ઉમેદવારી કરાવતા પહેલા સિનિયર આગેવાનોનો અભિપ્રાય લેવો જોઇએ. નગરપાલિકા ગુંડા ઉછેર કેન્દ્ર ન બને તે માટે સારા વેપારીઓ, સમાજ શ્રે ીઓ અને સામાજિક સંસ્થાના આગેવાનોના હાથમાં સત્તાનું સુકાન સોંપવું જોઇએ. વધુમાં વિનુભાઇ ઘેટિયાએ જણાવેલ કે હાલ ટાવરવાળી બિલ્ડીંગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થયો છે તેના બીલો અટકાવવા જોઇએ. જે લોકોએ તેમાં હાથ કાળા કર્યા છે તેવા લોકો સામે કાર્યવાહી કરવી જોઇએ. આઠ કરોડ રૂપિયા ખચ્ર્યા છતાં આજે આ બિલ્ડીંગની હાલત ખુબ ખરાબ છે. આ બાબતે જિલ્લ ા પ્રદેશ કેન્દ્રના આગેવાનોએ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ. આવનારી ચૂંટણીમાં નો રિપિટ થીયરી અપનાવી શિક્ષિત, સમજુ અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોને નગરપાલિકામાં બેસાડવા જોઇએ. ખાસ કરીને ઇતર સમાજને પણ પ્રાધાન્ય આપવું જોઇએ


શહેરનું હિત ઇચ્છે તેને પ્રાધાન્ય
ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઇ પાનેરાએ જણાવેલ કે આગામી નગરપાલિકાની ચૂંટણી સુકાન પાંચ વર્ષ માટે બિન ભ્રષ્ટ્રાચારી માણસોને બેસાડવા જોઇએ. ભ્રષ્ટ્રાચારમાં ગળાડુબ રહેલ માણસોને દુર રાખવા જોઇએ. વધુમાં જણાવેલ કે કોઇપણ પ્રકારની અસામાજિક પ્રવૃતિ ન કરતા હોવા જોઇએ પોલીસ ચોપડે ન ચડેલા હોવા જોઇએ ખાસ કરીને વકીલો, ડોકટરો, વેપારીઓ, મહાજનો, સામાજિક સંસ્થાના આગેવાનોને નગરપાલિકામાં ચૂંટીને મોકલવામાં આવે તો તેઓને ખોટુ કરતા બીક લાગશે. શહેરનું હિત ધરાવતા માણસોને ઉમેદવાર તરીકે પસંદગી કરવી જોઇએ

ઉમેદવાર પ્રજાના સુખે સુખી, દુ:ખે દુ:ખી થતો હોવો જોઈએ
ઉપલેટામાં આરોગ્ય સેવા યજ્ઞ ચલાવી રહેલા સૌરાષ્ટ્ર્ર સર્વેાદય ટ્રસ્ટ ઉપલેટાના સેક્રેટરી ભરતભાઈ સોજીત્રાએ જણાવેલ કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં યુવાનો, શિક્ષીતો અને બિન ભ્રષ્ટ્રાચારીઓને નગરસેવક તરીકે પાર્ટીએ ટીકીટ આપવી જોઈએ વધુમાં જણાવેલ કે, પ્રજાના દુ:ખે દુ:ખી અને પ્રજાના સુખે સુખી શહેરને નવું અને રળીયામણું બનાવવાની ભાવના સ્પષ્ટ્ર હોય તેવા લોકોને પાર્ટીએ પ્રજા વચ્ચે જનાદેશ માટે મોકલવા જોઈએ.

નગરપાલિકાને વેપારની પેઢી ન બનાવે તેવા ઉમેદવારની જરૂર
ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ વિનુભાઇ ઘેરવડાએ જણાવ્યું કે, ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ ફત્પંકાઇ ગયા છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર નકકી કરવામાં મશગુલ છે. નગરપાલિકાનું રોજનું કામ લોકોને પડે છે. ત્યારે તેનો વહીવટ તત્રં સારો ચાલે કોઇ કામ માટે લોકોને ધકકા ન ખાવા પડે તેવી ઓફિસની કામગીરી થાય. ચૂંટણી લડતા ઉમેદવાર તમામ રાજકીય પક્ષો સારા–સંનિ  કાર્યશીલ ઉમેદવાર પસદં કરવા જોઇએ જે તેમના વોર્ડનું સંપૂર્ણ ધ્યાન રાખે તે વોર્ડના લોકોને સંતોષકારક જવાબ મળે અને સૌમ્ય ઉમેદવાર પસદં થાય. ઉપલેટાના વિકાસમાં હાલ ભુગર્ભ ગટરનું કામ ચાલુ છે. તેમાં લોકોને તકલીફ ન થાય તેવી કામગીરી કરવી પડે. ભ્રષ્ટ્રાચારનું પ્રમાણ ઓછું રહે તે ધ્યાન આપવું જોઇએ. સભ્ય ચૂંટાયા પછી વેચાય નહીં તે કાળજી રાખવી પક્ષોની જવાબદારી છે. નગરપાલિકા સંસ્થાને એક વેપારની પેઢી ન બને તેવા સભ્યો ચંૂટાઇ તો તમામ કાર્ય માટે લોકોને રાહત રહે

ઉમેદવાર પ્રજાના પ્રશ્નો માટે લડી શકે તેવો હોવો જોઈએ
મહારાજા ભગવતસિંહજીનું પ્રિય શહેર ઉપલેટા તેમની અપેક્ષા મુજબ સચવાઈ રહે અને વિકસીત થાય તેવા ઉમેદવારોની ઉપલેટાની પ્રજાને જરૂર છે નહીં કે ઉપલેટાનો વિકાસ રૂંધાવે એવા તેમ જણાવતા વકીલ ધવલ ચંદારાણાએ ઉમેયુ કે, ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ હાલમાં નગરપાલિકાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે ગોંડલ સ્ટેટનું સૌથી સુંદર અને વિકસીત શહેર એવું ઉપલેટા શહેરની પ્રજાની આશા ઉપર ખરા ઉતરે એવા રાજકીય પક્ષોએ પાણીદાર ઉમેદવારોની પ્રજા વચ્ચે જનાદેશ લેવા મોકલવા જરૂર છે પ્રજાની આશા ઉપર પાણી ઢોળે એવા નહીં. વિશેષમાં જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ જે ઉત્સાહથી ઉમેદવારો મેદાનમાં આવે છે તેવી જ રીતે જયારે જયારે શહેરના વિકાસના કામ કરવાના અથવા તો પ્રજાના પ્રશ્નો માટે લડવાની વાત આવે ત્યારે તમામ મતભેદો ભુલી પોતાનું હિત કે સ્વાર્થ જોયા વગર શહેરના હિત માટે મેદાને ઉતરે એવા ઉમેદવારોની જરૂર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application