જુનાગઢ જિલ્લામાં પ્રાચીન પરંપરા મુજબ તેમજ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ પુરાતન કાળથી ચાલતી આવતી ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં ગિરનારમાં લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ પહેલા ગિરનાર પર્વત પર રોપ-વેનાં ભાડામાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ખર્ચ અને મેન્ટેનન્સને ધ્યાને લઇને ઓથોરિટીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
રોપ-વેનાં ભાડામાં 10 ટકા સુધીનો વધારો કરાયો
દિવાળીની રજાઓમાં ઘણા લોકો જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વતની મુલાકાત લેવાની યોજના બનાવે છે. જૂનાગઢમાં કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે. જો કે, આ વર્ષે દિવાળી પહેલા ગિરનાર પર્વત પર રોપ-વેનાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ગિરનાર પર્વત પર આવક-જાવક માટે પહેલા રૂ. 600 ભાડું હતું, જે હવે 10 ટકાથી વધુ વધારીને પ્રવાસીઓ માટે રૂ.699 કરવામાં આવ્યું છે. આથી, પ્રવાસીઓએ હવે રૂ. 600 ને બદલે રૂ.699 ચૂકવવા પડશે. જો કે, સ્થાનિકો અને ડોલીવાળાઓ માટે કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
લીલી પરિક્રમાનો ઇતિહાસ
પ્રાચીન પરંપરા મુજબ તેમજ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ પુરાતન કાળથી ચાલતી આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા 18 મી સદીમાં શરૂ થઈ હોવાનું નોંધાયું છે. 1864 માં જે તે સમયે જૂનાગઢના દીવાન અનંતજી વસાવડા દ્વારા જયેષ્ઠ મહિનામાં સંઘ દ્વારા ગિરનારની ફરતે પરિક્રમા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા અને વર્ષો પછી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કાર્તિક માસમાં શરૂ થઈ. આજે પણ આધુનિક સમયમાં પૌરાણિક ધાર્મિક અને સનાતન ધર્મની પરંપરા મુજબ દરવર્ષે અવિરત યોજાઈ રહી છે.
પરિક્રમાના પાંચ પડાવ :
વર્ષ 1947 માં ભારત આઝાદ થયું પરંતુ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થતા જે તે સમયે જૂનાગઢમાં ભારે રાજકીય ચહલ પહલ અને અનિશ્ચિતતા જોવા મળી હતી. આવા સમયે પણ ગિરનારની લીલી પરિક્રમા બિલકુલ પારંપરિક રીતે યોજવામાં આવી હતી. પરંપરા મુજબ ભવનાથ મહાદેવથી શરૂ થઈને પરિક્રમાર્થીઓ ચરખડીયા હનુમાન, સૂરજ કુંડ, માળવેલા બોરદેવી અને પરત ભવનાથ મંદિરે પાંચ પડાવો પૂરા કરીને ત્રણ દિવસમાં પરિક્રમમાં પૂર્ણ કરતા હતા. આ ત્રણ દિવસ દરમિયાન પરિક્રમાર્થીઓ એક દિવસના 9 કિલોમીટર લેખે 36 કિમીની પદયાત્રા જય ગિરનારીના નાદ સાથે પૂરી કરે છે.
ક્યારે ક્યારે બંધ કરી પરિક્રમા ?બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વમાં અરાજકતાનો માહોલ હતો. આવા સમયે કેરોસીનની કારમી અછતને કારણે પરિક્રમા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાળને લઈને પણ પરિક્રમા ધાર્મિક વિધિ પરિપૂર્ણ થાય તે માટે સાંકેતિક રૂપે અને એકમાત્ર ભવનાથના સાધુ-સંતો ધર્મની દ્રષ્ટિએ પરંપરા પૂર્ણ કરે તે માટે પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોરોના કાળમાં એક પણ પરિક્રમાર્થીને પરિક્રમા રૂટ પર જવા દેવામાં આવ્યો નહોતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech