પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતીનું મોપેડ તેના બોયફ્રેન્ડે સળગાવી નાખતા પોલીસ ફરીયાદ નોંધાવી છે,અગાઉ પણ એક વર્ષ પહેલા આ યુવાને યુવતીનું મોપેડ સળગાવ્યાનો ગુન્હો દાખલ થયો હતો.
પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક દેવદાસ અને એપાર્ટમેન્ટ સામે રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામી નામની ૨૫ વર્ષની યુવતીએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે,જેમાં જણાવ્યું છે કે,તે તથા તેની માતા તણાબેન તથા જય રાઠોડ ઘરે નીચે શો-મમાં હાજર હતા,ત્યારે આશરે નવેક વાગ્યે ચેતન ગગુભાઈ પરમાર તથા મનાલ દવે છરી લઇ રોડ ઉપર આવેલ અને રિયા ત્યાં ઉભી હતી,જેથી ચેતને કહેલ કે તને મારી નાખવી છે જેથી તે દોડીને ઉપરના મમાં જતી રહેલ અને મનાલે છરી તેની પાસેથી ઝુંટવી લીધી હતી,તે પછી તે બન્ને જણા ત્યાં ઉભી જેમતેમ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી તથા ઘર સળગાવી દેવાની ધમકી આપતા હતા અને જેમ તેમ બોલતા હતા.અને રિયા એ તુરંત જ ૧૦૦ નંબરમાં ફોન કરતા એ બન્ને ઉભા હતા અને ૧૦૦ નંબરની પોલીસ વાનને જોઈ સ્કુટર લઈને જતા રહ્યા હતા તે પછી રિયા અને ઘરના બધા સભ્યો નીચે તાળું મારી ઉપર જતા રહેલ તે દરમ્યાન મોડી રાત્રે પાડોશી યોગેશભાઈનો ફોન આવેલ કે તમારું સ્કુટર સળગે છે.
જેથી રિયા અને બધા પરિવારના સભ્યોએ અગાશીની બાલકનીમાં આવી જોયું તો તેનું પ્લેઝર સ્કુટર સળગતુ હતુ, જેથી તુરંત જ ૧૦૦ નંબર તથા ફાયર બ્રિગેડને ફોન કરેલ અને ફાયરબ્રિગેડ તથા પોલીસની જીપ આવેલ તે પછી પોલીસ સાથે કમલાબાગ મથક ખાતે આવીને ગુન્હો નોંધાવ્યો છે જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે,અગાઉ રિયાને ચેતન સાથે ફેન્ડશીપ હતી અને તેની સાથે હવે બનતુ ન હોય જેથી તે બોલાવે ત્યારે રિયા જતી ન હોય જેના કારણે આ ચેતન તથા તેનો મિત્ર મનાલ દવે ફરીયાદીના ઘરે છરી સાથે આવી જેમ તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી બાદ ફરી વખત આવી ૫૦,૦૦૦ પિયાની કિંમતનું સ્કુટર સળગાવીને નુકશાન કરેલ હોય તેથી તેની સામે ધોરણસર પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, આ રિયા ગોસ્વામી એ એકાદ વર્ષ પહેલા પણ તેના બોયફ્રેન્ડે તેનું સ્કુટર સળગાવી નાખ્યું હતુ,તે અંગેની પોલીસ ફરીયાદ નોંધાવી હતી,ત્યારે ફરીથી એક વખત વધુ એક સ્કુટર સળગાવ્યાનો ગુન્હો ચેતન ગગુ પરમાર સામે દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech