રોઝી હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

  • October 22, 2024 11:23 AM 

કાલાવડ ગેઈટ બહાર આવેલ રોઝી હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર અંતર્ગત  જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન મુજબ રોઝી હાઈસ્કૂલ જામનગર ખાતે બેટી વિકાસ સપ્તાહ તેમજ બેટી બચાવો બેટી પઢાવો યોજનાના ભાગરૂપે કન્યા કેળવણી માટે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર ઝુબેદાબેન ખીરા (કુરેશી),આચાર્ય રીયાઝભાઈ શેખ તેમજ શાળાના શિક્ષકગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધીકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી જી એસ. પૂજા પરમાર દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયાનો લાવચેતી પૂર્વક ઉપયોગ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી. મુશ્કેલીના સમયમાં ૧૮૧નો ઉપયોગ કરી કેવી રીતે મદદ મેળવવી કન્યા કેળવણીના ભાગરૂપે કાયદા અંગે પ્રાથમિક જાગૃતતા લાવવા જણાવવામાં આવેલ. તેમજ મહિલા સશક્તિકરણ તેમજ વિકાસ ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી.


ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેશ વર્કર કવિતા બહેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી.તેમ રોઝી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્યની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application