ભાણવડના શખ્સ સામે ગુનો
ભાણવડ તાલુકામાં રહેતી 23 વર્ષની એક યુવતી એક આસામીના ખેતરમાં કામ કરતી હોય, તેણીને ભાણવડના ગુંદા ગામ ખાતે રહેતા દીપુ માલદે ખૂંટી નામના શખ્સ દ્વારા લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ પછી પણ આરોપી દ્વારા ફરિયાદી યુવતી સાથે લગ્ન ન કરતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી આરોપી દીપુ ખૂંટી સાથે સામે દુષ્કર્મ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
દ્વારકા નજીક કારની ઠોકરે બાઈક સવાર ઈજાગ્રસ્ત
ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા હરીશભાઈ કિશોરભાઈ પરમાર નામના 51 વર્ષના લુહાર આધેડ તેમની સાથે તેમના મિત્ર વેજાભાઈને લઈને તેમના જી.જે. 37 એન. 6940 નંબરના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી મીઠાપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે વરવાળા ગામની ટી.બી. હોસ્પિટલ પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા બાઈક ચાલક હરીશભાઈ પરમાર તેમજ વેજાભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે હરીશભાઈ કિશોરભાઈ પરમારની ફરિયાદ પરથી અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech