નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરનાર સરધારમાં રહેતી યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • January 15, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે આવેલા સરધાર ગામમાં સુકી સાજડીયાળી રોડ પર રહેતી નસિગનો અભ્યાસ કરનાર ૨૫ વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. યુવતીએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામમાં સુકી સાજડીયાળી રોડ પર રહેતી સ્વાતિબેન હીરાભાઈ પરમાર(ઉ.વ ૨૫) નામની યુવતીએ તા. ૧૩ ના સાંજના સમયે પોતાના ઘરે પંખાના હત્પકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા તુરતં ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ના ઇએમટીએ જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ધરજીયા તથા ટીમે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર સ્વાતિ બે બહેન એક ભાઈના પરિવારમાં વચેટ હતી તેણે તાજેતરમાં જ નસિગનો અભ્યાસ પૂર્ણ કર્યેા હતો અને નોકરીની તૈયારી કરી રહી હતી. યુવતીએ કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application