હાપામાં આવેલ એલગન સોસાયટીમાં ઘટના બનતા લોકોના ટોળા એકઠાં થયા: પશુઓનો ત્રાસ દુર કરવા લોકોમાં ઉઠી માંગ: વારંવાર આવા બનાવો બને છે છતાં પણ કોર્પોરેશન દ્વારા પશુઓ પકડવાની કામગીરી યોગ્ય રીતે ન કરાતી હોવાની રાવ
જામનગરના હાપા એલગન સોસાયટીમાં એક રખડતા પશુએ એલગન સોસાયટી વિસ્તારમાં રમી રહેલી 5 વર્ષની બાળકીને હડફેટે લેતા બાળાને ઇજા થતાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, આ બનાવ બનતા લોકોમાં રોષની લાગણી જન્મી છે અને કોર્પોરેશન પશુઓને પકડવાની યોગ્ય કામગીરી ન કરતું હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.
એલગન સોસાયટીમાં ગાયે બાળકીને હડફેટે લેતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સ્થાનિક મહિલાએ હિંમત દાખવીને પશુના કબજામાંથી બાળકીને છોડાવી લેતાં તેનો જીવ બચી ગયો હતો. જેનો વિડીયો વાયરલ થયા પછી જામનગર મહાનગરપાલિકાની ટીમ હરકતમાં આવી હતી અને હાપા વિસ્તારમાં વોચ ગોઠવી બાળકીને ગંભીર સ્વરૂપે ઘાયલ કરી દેનાર રસ્તે રઝળતા પશુને શોધી કાઢ્યું હતું અને તેને પકડી લઈ જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલાવી દીધું છે.
આ બાળકીને ગાયે સતત ઢીક મારી હતી, બાળકી સાયકલ ઉપરથી પડી ગઇ હતી, ત્યારબાદ માતાએ આ દ્રશ્ય જોતાં તે હીંમતભેર બહાર આવી હતી અને પુત્રીને ખેંચીને ગાયના મુખમાંથી બચાવી હતી, ત્યારબાદ આજુબાજુમાં રહેતા પાડોશીઓ પણ લાકડી લઇને આવ્યા હતાં અને ગાયને દુર કરી હતી. કેટલાક લોકો ગાયને ખવડાવતા હોય જેને કારણે આ ગાય અહીંયા જ રહેતી હતી અને બે-ત્રણ વખત લોકોને હડફેટે લીધા હતાં.
જામનગર શહેરમાં પણ પશુઓ અવાર-નવાર બાળકો અને વૃઘ્ધોને હડફેટે લે છે, જેને કારણે લોકો ઇજાગ્રસ્ત પણ બને છે, આ અંગે અવારનવાર કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ કોઇ પગલા લેવામાં આવતા ન હોવાની વાત પણ ઉઠી હતી, કાલે બાળકીને ગાયે હડફેટે લેવાની ઘટના સીસી ટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી, જો માતાએ થોડુ મોડુ કર્યુ હોત તો બાળકીને વધુ ગંભીર ઇજા થવાની શકયતા પણ હતી.
જામનગર શહેરમાંા ગાય ઉપરાંત કુતરાઓનો પણ અસહ્ય ત્રાસ છે, કોર્પોરેશન એવો દાવો કરે છે કે, એક વર્ષમાં 1100 જેટલા કુતરાનું ખસીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે, આવા સમયે હાલમાં તો કુતરા પકડ ઝુંબેશ પણ સાવ ઢીલી થઇ ગઇ છે, લોકો મહાપાલિકામાં વેરા ભરે છે ત્યારે ગાય, ખુટીયા અને કુતરા પકડવાની કામગીરી કોર્પોરેશન જોરશોરથી કેમ કરતું નથી ? કુતરા એ બચકા ભરવાથી કેટલાકને ઇજા પણ થઇ છે, એ કોર્પોરેશને ન ભુલવું જોઇએ, હાપામાં એલગન સોસાયટીમાં જે રીતે બનાવ બન્યો તે જોતા આગામી દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં પણ બનાવ બની શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech