ગીર સોમનાથ: તાલાલા મેંગો માર્કેટ કેસર કેરીથી છલકાયું

  • May 10, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરવા ગીરની સ્વાદ-સોડમ અને ફળોની મહારાણી કેસર કેરીના પાટનગર સમા તાલાલા મેંગો માર્કેટ યાર્ડ તા.૧૮-૪થી પ્રારંભ થયાને આજદિવસ સુધીમાં એક જ દિવસમાં ૧૪૮૧૦ કેસર કેરીઓના ૧૦ કેજીના બોકસો તાલાલા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા.
સામાન્ય રીતે અત્યાર સુધી ૬૦૦૦, ૭૦૦૦ જેટલા બોકસો આવતા રહેતા હતા. તા.૮ મેના રોજ ૧૪૮૧૦ બોકસોની આવક થઈ જેમાં સૌહથી ઉંચો ભાવ ૮૮૦ અને નીચો ભાવ ૩૦૦ રહ્યો અને સરેરાશ ‚પિયા ૫૩૦ રહ્યો.
​​​​​​​
સમગ્ર એપ્રિલ માસ તા.૧૮-૪થી ૩૦-૪ સુધીમાં ૬૭૯૩૫ બોકસ અને તા.૧-૫થી ૮-૫ ૮૮૬૧૦ બોકસો આવ્યા આમ અત્યાર સુધીની સિઝનના ૧,૫૬,૫૪૫ બોકસો આવ્યા. સમગ્ર સીઝનમાં સૌથી ઉંચો ભાવ ૧૨૨૫ રહ્યો અને સૌથી નીચો ભાવ ૮૮૦ રહ્યો છે.
તાલાલા માર્કેટ યાર્ડ ચેરમેન સંજયભાઈ શિંગાળા અન્ય અધિકારીઓ રમેશભાઈ તથા ગોરધનભાઈ સારી સવલતો અને કાળજીને કારણે ઘરઆંગણે જ વેચાણ માટે સુવિધાઓ મળી રહે છે.
ગત વરસે ૨૦૨૨માં સમગ્ર સીઝન દરમિયાન ૧૦ કેજીના કુલ પાંચ લાખ ૫૩૨૧ બોકસ આવ્યા હતા અને ખેડૂતોને ૩૭ કરોડ ૫૦ લાખની આવક થઈ હતી અને સીઝન ૫૧ દિવસ ચાલી હતી. હજુ મે માસ અને જૂનના કેરી ખાવા અને વેચાણના દિવસો બાકી છે જેથી આશાવાદસ સેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application