ગીર સોમનાથ: ગઢવી-ચારણ સમાજ વિષે એલફેલ બોલનાર સામે ગુનો નોંધી પગલાં લેવા આવેદન

  • February 24, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં તળાજામાં એક સમારોહમાં ગઢવી-ચારણ સમાજને લઈ અપમાનજનક અને  ભડકાઉ ટીપ્પણી કરનાર ગીગાભાઈ ભમ્મર સામે એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સો ગીર સોમના સમસ્ત ચારણ (ગઢવી) સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવી છે. 

ગીર સોમના સમસ્ત ચારણ (ગઢવી) સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રેલી સ્વરૂપે જીલ્લ ા કચેરીએ પહોંચી જીલ્લા  કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં જણાવેલ કે, તળાજા ખાતે યોજાયેલ સમુહલગ્ન સમારોહમાં ગીગાભાઈ ભમ્મરએ ગઢવી-ચારણ સમાજને નિશાન બનાવીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેમાં વિવિધ સમુદાયો વચ્ચે દ્વેષ અને મતભેદ ઉશ્કેરવાના સ્પષ્ટ ઉદેશ સો આવા નિવેદનો માત્ર ગઢવી/ચારણ સમાજની લાગણીઓને ઠેસ પહોચાડતા ની પરંતુ અમારા સમાજ અને સમુદાયમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ માટે પણ ખતરો ઉભો કર્યા સમાન છે.  સમાજમાં સહિષ્ણુતા અને સાંપ્રદાયિક સૌહાર્દના મૂલ્યોનો જાળવી રાખવા માટે ગીગા ભમ્મર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે. ત્યારે ગીરગઢડાના આગેવાન હમરાજભાઈ ગઢવી દ્વારા તા.૧૭/૦૨/૨૦૨૪ના રોજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગીગાભાઈ ભમ્મર વિરૂધ્ધ એટ્રોસીટી એકટ મુજબ કાર્યવાહી કરવા અરજી કરેલ છે પરંતુ આ અનુસંધાને કોઈ એફઆઈઆર કે ફરીયાદ દાખલ યેલ ની. તો અમારી લાગણીઓને દુભાવનાર તા સમાજ વિરૂધ્ધ ઝેર ઓકનાર સામે એટ્રોસીટી એકટ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરીએ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application