રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં તરખાટ મચાવનાર તામિલનાડુના ત્રિચીની ગિલોલ ગેંગને ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડી હતી. આ ગેંગ કારના કાચ તોડી કારમાં રહેલી કિંમતી મત્તા ચોરી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેણે ૧૧ ગુનાની કબુલાત આપી હતી. આ બાબતે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે ગેંગને લઈ મહત્વની વાત કહી હતી કે આ ટોળકી તાજેતરમાં અનતં અને રાધિકાના પ્રિવેડીંગમાં મોટો હાથ મારવાના ઈરાદે જામનગર તરફ પહોંચી હતી. પરંતુ, અહીં પ્રિવેડીંગ ફંકશનમાં સિકયુરીટી ટાઈટ હોય તેઓ ત્યાં જઈ ન શકતા પ્રથમ જામનગર બાદ રાજકોટ સહિત પાંચ સ્થળોએ પાંચ દિવસમાં તફડંચી કરી હતી. આ ટોળકી પાસેથી પોલીસે રોકડ, લેપટોપ, મોબાઈલ સહિત કુલ રૂા.૮.૬૨ લાખનો મુદામાલ કબજે કર્યેા છે. પોલીસે હાલ પાંચ શખ્સોને ઝડપી લીધા છે યારે ટોળકીના માસ્ટર માઈન્ડ હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં તાજેતરમાં દોઢસો ફત્પટ રીંગરોડ પર મર્સિડીઝના કાચ તોડી ૧૦ લાખ રોકડ અને લેપટોપની ચોરી કરવામાં આવી હતી. ચોરીની આ ઘટનાને લઈને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ રૂપાપરાને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી તામિલનાડુની કુખ્યાત ગિલોલ ગેંગને પોલીસે ઝડપી લીધી હતી.
ઝડપાયેલા શખ્સોમાં જગન બાલાસુબ્રહ્મણયમ, અગમુડીયાર (ઉ.વ.૪૩), દિપક પાર્થિબાન અગમુડીયાર (ઉ.વ.૩૬), ગુનશેકર ઉમાનાથ (ઉ.વ.૨૭), મુરલી વિરપ્પન ઉર્ફે વિરભદ્રન મોદલીયાર (ઉ.વ.૬૨), ઓગમરમ કાતીન મુન્નથાર (ઉ.વ.૫૫)ને ઝડપી લીધા હતા. યારે ગેંગના માસ્ટર માઈન્ડ મધુસુદન ઉર્ફે વીજી સુગુમારન ફરાર છે. પોલીસે આ ટોળકી પાસેથી રોકડ રૂા.૫.૦૪ લાખ, અલગ અલગ કંપનીના લેપટોપ, મોબાઈલ, હાર્ડડિસ્ક, ગિલોલ, સહિત કુલ રૂા.૮.૬૨ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
ગિલોલ ગેંગની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટોળકી સોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે કારના કાચ તોડી ચોરી કરે છે. જેમાં એક વ્યકિત ટીમનો લીડર હોય જે બહારથી પાંચ માણસોને હેન્ડલ કરે છે. ચોરી કરવાનું સ્થળ વગેરે લીડર નક્કી કરે છે અને તેની સૂચના મુજબ અન્ય આરોપીઓ કામ કરે છે. ટોળકી રાયના અલગ અલગ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, માર્કેટ યાર્ડ, યાં વધારે કારનું પાકિગ થતું હોય ત્યાં રેકી કરી તકનો લાભ લઈ હેરપીન તથા રબ્બર વડે ગિલોલ બનાવી નાના છરાથી કારના કાચ તોડી મત્તાની ઉઠાંતરી કરી નાશી છૂટતા હોય છે. આ ટોળકીમાં લીડર મધુસુદન ઉર્ફે વીજી છે. જેની સૂચના મુજબ અન્ય આરોપીઓ કામ કરે છે. આ ટોળકીએ છેલ્લ ા પાંચ દિવસમાં જામનગરમાં તથા રાજકોટમાં બિગ બઝાર પાસે મર્સિડીઝમાંથી, અમદાવાદના વસ્ત્રાપુરમાં, દિલ્હીના મધુવિહાર અને શેખપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી કારમાંથી રોકડ રકમની તફડંચી કરી હોવાની કબુલાત આપી છે. આ સહિત આ ટોળકીએ કુલ ૧૧ ગુનાઓની કબુલાત આપી છે.
પોલીસ કમિશનરે ટોળકી અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, ટોળકીએ તાજેતરમાં રાધિકા અને અનતં અંબાણીના પ્રિવેડીંગમાં વીઆઈપીની કારને નિશાન બનાવવા માટે મન બનાવી લીધું હતું. જેથી ટોળકી જામનગર પહોંચી હતી બાદમાં તેઓ પ્રિવેડીંગના આ ફંકશનમાં ઘુસવાની કોશિષમાં હતા પરંતુ, ત્યાં ખૂબ જ ટાઈટ સિકયોરીટી હોય તેઓનો ઈરાદો બર આવ્યો ન હતો જેથી તેમણે પ્રથમ જામનગર બાદમાં રાજકોટ સહિતના સ્થળોએ આ પ્રકારે કારના કાચ તોડી ચોરીઓ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech