આજના યુગમાં મહિલાઓ નોકરીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તેમના સંતાનને રાખવાનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. કુટુંબો નાના થઈ ગયા હોવાથી બાળકને સાચવવાની સૌથી મોટી સમસ્યા વકિગ વુમનને હોય છે. આ સમસ્યાના નિવારણ માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ નવી કલેકટર કચેરીના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ લોર પર જીમનેસિયમની બાજુમાં ખાલી પડેલી જગ્યામાં ઘોડીયા ઘર શ કરાવ્યું છે.જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે બપોરે તેનું ઉધ્ઘાટન કયુ હતું. કલેકટર કચેરીના બિલ્ડિંગમાં આ પ્રોજેકટ શ કરાયો છે પરંતુ તેનો લાભ રાજકોટની અન્ય તમામ સરકારી કચેરીના કર્મચારીઓ મેળવી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. લોકમેળા સમિતિની પડતર ગ્રાન્ટ માંથી આ પ્રોજેકટ શ કરાયો છે અને ઘોડીયા ઘરમાં ફ્રીજની સુવિધા સાથેનું રસોડું, બાળકોને રમવા માટેના રમકડા, પુસ્તકો, ટેલિવિઝનમાં ગીત અને અંગ્રેજી રાઈમ્સ માટે ટેલિવિઝન– પેન ડ્રાઈવ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જનસેવા કેન્દ્રમાં આ મુજબના બાળકોને રમવા માટેના રમકડા અને સાધનો રાખવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે બિન ઉપયોગી હાલતમાં હોવાની જાણ અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ કલેકટરને કરતા આ તમામ રમકડા અને સાધનો પણ ઘોડીયા ઘરમાં શિટ કરવામાં આવ્યા છે. પ્રોજેકટ શ થતા ની સાથે જ છ મહિલાઓએ પોતાના બાળકોને અહીં ઓફિસના કામકાજના કલાકો દરમિયાન સાચવવા માટેના નામ નોંધાવી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech