મેળવો ડાર્ક સર્કલ માંથી છુટકારો, અપનાવો આ ઘરેલું ઉપાય

  • August 24, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલના વ્યસ્ત જીવન અને આખો દિવસ કોમ્પુટર સામે બેસીને કામ કરવાને લીધે ડાર્ક સર્કલની સમસ્યા વધુ થાય છે. ડાર્ક સર્કલ સમગ્ર ચહેરાની સુંદરતાને બગાડે છે. સામાન્ય રીતે જયારે વ્યસ્ત જીવનને લીધે ઊંઘ પૂરી થતી નથી ત્યારે ડાર્ક સર્કલ થાય છે. પરંતુ જ્યારે આંખોની નીચે ડાર્ક સર્કલ થાય છે.તે આખા ચહેરાની સુંદરતાને બગાડે છે.

ડાર્ક સર્કલ થવાના કારણો

ડાર્ક સર્કલ થવા પાછળ ઘણા કારણો હોઈ છે. ઘણી વખત વધુ પડતા સ્ટ્રેસને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે. આ સિવાય ઓછી ઊંઘ, ડિહાઈડ્રેશન, વધતી ઉંમર વગેરેને કારણે ખરાબ જીવનશૈલી પણ આંખોની નીચે ડાર્ક સર્કલનું કારણ બને છે. આ ઘરેલું ઉપાય અપનાવીને ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે.

કાચા બટેટા
કાચા બટાકાની મદદથી ડાર્ક સર્કલ સરળતાથી દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા કાચા બટાકાનો રસ કાઢી લો અને તેમાં લીંબુના થોડા ટીપા સાથે મિક્સ કરો. ત્યારબાદ તેને રૂની મદદથી આંખોની નીચે લગાવો તેથી ડાર્ક સર્કલ દૂર થઈ જાશે.

ટી-બેગ્સ
 ટી-બેગ્સ પણ ડાર્ક સર્કલને ઝડપથી દૂર કરે છે. આ માટે ટી બેગને થોડી વાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં ઠંડુ કરો. થોડી વાર પછી તેને બહાર કાઢીને આંખો પર રાખો અને સૂઈ જાઓ. તેનાથી આંખોને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ દૂર થશે.


કાકડી
કાકડી ડાર્ક સર્કલ દૂર કરવા માટે સારો ઉપાય છે. આ માટે કાકડીને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. પછી તેના ટુકડા કરો અને તેને આંખોની ઉપરના ડાર્ક સર્કલ પર મૂકો. 10-15 મિનિટ આરામ કર્યા બાદ કાકડીના ટુકડાને મૂકી દો આમ કરવાથી તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.

બદામનું તેલ
 બદામનું તેલ વિટામિન ઇનો સારો સ્ત્રોત છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલના થોડા ટીપાંથી આંખોની નીચે માલિશ કરો. ધીરે ધીરે ડાર્ક સર્કલ ઓછા થશે.

દરરોજ રાત્રે 7-8 કલાકની સારી ઊંઘ લો.
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતી માત્રામાં પાણી પીવો.
તડકામાં જતા પહેલા ચહેરા પર સનસ્ક્રીન લગાવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application