જર્મનીથી એક ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં પોલીસે 40 વર્ષના એક ડૉક્ટરની ધરપકડ કરી છે જેને દર્દીઓને મારવાનો શોખ હતો. આ ડૉક્ટર પોતાના આનંદ માટે દર્દીઓને મારી નાખતો હતો. જર્મન પ્રેસ રિપોર્ટ્સમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જોહાન્સ એમ. તરીકે કરવામાં આવી છે, પરંતુ તેનું સાચું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ડૉક્ટર છેલ્લા ઘણા વર્ષોથી આવા કામ કરી રહ્યા હતા.
આરોપી ડૉક્ટરે સપ્ટેમ્બર 2021 થી જુલાઈ 2024 દરમિયાન 12 મહિલાઓ અને 3 પુરુષોની હત્યા કરી હતી. મૃતકોની ઉંમર 25 થી 94 વર્ષની વચ્ચે હતી. આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે ડૉક્ટરે તેમના દર્દીઓને તેમની જાણકારી કે સંમતિ વિના ઘાતક દવા આપી હતી. આમાં એનેસ્થેટિક અને સ્નાયુઓને આરામ આપતી દવાઓનો સમાવેશ થતો હતો.ડૉક્ટરે દર્દીઓને આપેલી દવાને કારણે, તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા અને ત્યારબાદ મૃત્યુ પામ્યા.
હત્યા છુપાવવા એપાર્ટમેન્ટમાં આગ લગાવી
તબીબ સામે ચાલી રહેલી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાંચ વખત આ શંકાસ્પદે હત્યા છુપાવવા માટે તેમના એપાર્ટમેન્ટમાં આગ લગાવી હતી. આ ડૉક્ટર પર એક જ દિવસમાં બે દર્દીઓની હત્યા કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 8 જુલાઈ, 2024 ના રોજ, ડૉક્ટરે બર્લિનના મધ્ય જિલ્લા ક્રેઝબર્ગમાં 75 વર્ષીય એક પુરુષની હત્યા કરી હતી અને થોડા કલાકો પછી પડોશી ન્યુકોલન જિલ્લામાં 76 વર્ષીય એક મહિલાની હત્યા કરી હતી. ડૉક્ટરે મહિલાના એક સંબંધીને કહ્યું કે તે એપાર્ટમેન્ટની બહાર ઊભો છે અને તેને કોઈ જવાબ મળી રહ્યો નથી. બીજી એક ઘટનામાં, આરોપીએ પોતે 56 વર્ષીય દર્દીના મૃત્યુને છુપાવવા માટે ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી. દર્દીનું ત્રણ દિવસ પછી હોસ્પિટલમાં મૃત્યુ થયું.
તપાસ માટે રચાયેલી ટીમે 395 શંકાસ્પદ કેસ શોધ્યા
ડૉક્ટરની પહેલી વાર ઓગસ્ટ 2024 માં ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં, તેને હત્યા માનવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં ચાર મૃત્યુ પછી, ડૉક્ટરને ફરીથી હત્યાની શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ પછી, તપાસ દરમિયાન ડૉક્ટરના કારનામાના સ્તરો બહાર આવ્યા. પોલીસનું કહેવું છે કે ડોક્ટરના ભોગ બનેલા લોકોની સંખ્યા વધી શકે છે. તપાસ માટે રચાયેલી ખાસ ટીમે 395 શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે.
અગાઉ જર્મનીમાં એક નર્સે 9 દર્દીને વધુ પેઇનકિલર આપી મારી નાખ્યા હતા
અગાઉ જર્મનીમાં, એક પુરુષ નર્સ પર 9 દર્દીઓની સંભાળ દરમિયાન હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નર્સ પર આરોપ છે કે તેણે કુલ 26 દર્દીઓને પેઇનકિલરનો વધુ ડોઝ આપ્યો હતો, જેના કારણે તેમના મૃત્યુ થયા હતા. આ કેસમાં, પોલીસનું કહેવું છે કે નર્સ પોતાનો કામનો બોજ ઓછો કરવા માંગતો હતો અને પોતાને જીવન અને મૃત્યુનો માલિક માનતો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMહાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ: લોકોએ ઉચાટ સાથે રાત વિતાવી
May 12, 2025 05:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech