ભારતીય વાયુસેનાના સ્થાનિક રીતે બનાવેલા કોમ્બેટ એરક્રાફ્ટ માટે એસ 404 એન્જિનની ડિલિવરી માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી: એન્જિનોની સપ્લાય 2023થી શ થવાની હતી
જેટ એન્જિનની ડિલિવરીમાં વિલંબને કારણે ભારત સરકાર જનરલ ઈલેક્ટ્રિક કંપ્ની પર દંડ ફટકારશે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું કે આ એન્જિનનો ઉપયોગ દેશના હળવા-લડાયક વિમાનમાં થાય છે. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના સ્થાનિક રીતે બનાવેલા હળવા કોમ્બેટ એરક્રાફ્ટ માટે એસ 404 એન્જિનની ડિલિવરી તારીખ માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
આ એન્જિનોની સપ્લાય 2023થી શરૂ થવાની હતી. દેશની સરકારી કંપ્ની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે 716 મિલિયન ડોલરમાં 99 એસ404 એન્જિનના સપ્લાય માટે જનરલ ઇલેક્ટ્રિક કંપ્ની સાથે કરાર કર્યો હતો. આ વિલંબ નરેન્દ્ર મોદી સરકારની ફાઈટર જેટ બનાવવાની યોજનાને અવરોધી શકે છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધો તંગ છે. જનરલ ઈલેક્ટ્રિકે ભારતના નેક્સ્ટ જનરેશન લાઇટ-કોમ્બેટ એરક્રાફ્ટ માટે જેટ એન્જિન મેળવવા માટે ગયા વર્ષે જૂનમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે કરાર કર્યો હતો.
સંરક્ષણ મંત્રાલય અને હિન્દુસ્તાન એરોનોટિક્સે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. જીઈ એરોસ્પેસે ઈમેલના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ઉદ્યોગમાં સપ્લાય ચેઈન પર ભારે દબાણ છે અને કંપ્ની આ પડકારને પહોંચી વળવા માટે કામ કરી રહી છે. જીઈ એરોસ્પેસ વૈશ્વિક સ્તરે જેટ એન્જિનના પુરવઠામાં સમસ્યાનો સામનો કરી રહી છે અને આવા એન્જિનોની ડિલિવરીમાં વિલંબ ચાલુ છે. ભારતના ફાઈટર જેટ્સની તાકાત ઝડપથી ઘટી રહી છે. ભારતીય સેના રશિયા પાસેથી મળેલા તેના જૂના એરક્રાફ્ટને રિટાયર કરી રહી છે. રશિયા ભારતને મિલિટરી હાર્ડવેરનો સૌથી મોટો સપ્લાયર છે. જોકે, તાજેતરના વર્ષોમાં ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech