૩૯ વર્ષ પૂર્વેની ટીપી કપાત પેટે ૫૦ કરોડની જમીન અપાશે

  • July 19, 2023 04:05 PM 

નિર્મલા રોડ ઉપર સોજીત્રા નગર પાણીના ટાંકા પાસેની જમીન અપાશે: રાજકોટ ટીપી સ્કિમ નં.૧ અંતર્ગત ૧૯૮૪માં કરાયેલી કપાતના વળતર પેટે લાંબા કાનૂની જંગ બાદ હવે ઘુસાભાઇ ટપુભાઇના વારસદારોને જમીન આપવા હેતુફેર માટે સ્કિમ વેરીડ કરવાની અરજન્ટ બિઝનેસ મંજુર




રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં આખરી નગર રચના યોજના નં. ૧(રાજકોટ)(પ્રથમફેરફાર)નાં શોપીંગ સેન્ટરનાં હેતુ માટેનાં અનામત પ્લોટ નં.૧૦૭૬ પૈકી ૪૧૯૭ ચો.મી.જમીન ઘુસાભાઈ ટપુભાઈનાં વારસદારોને ફાળવવા તથા તેઓને યોજનામાં ફાળવેલ અંતિમખંડ નં.૪૨૩ને પ્લે ગ્રાઉન્ડનાં હેતુ માટે અનામત રાખવા ફેરફાર કરવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૧ અંતર્ગત વેરીડ કરવા માટે ઈરાદો જાહેર કરવા બાબતની અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરે હતી જે સર્વાનુમતે મંજુર કરાઈ હતી. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે ૧૯૮૪માં કરાયેલી ટીપી કપાત પેટે અસરગ્રસ્તના ઘુસાભાઈ ટપુભાઈનાવારસદારોને વળતર પેટે જમીન આપવા માટે કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મલા રોડ ઉપર સોજીત્રા નગર પાણીના ટાંકા પાસે અંદાજે રૂ.૫૦ કરોડની બજાર કિંમતની જમીન અપાશે.




રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં આજે આ સંદર્ભે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકાઇ હતી જે સર્વાનુમતે મંજુર કરાઇ હતી. આ દરખાસ્ત અક્ષરશ: નીચે મુજબ છે. રાજકોટ મહાનગરપાલિકાની નગર રચના યોજના નં.૧-રાજકોટ તા.૦૩-૦૯-૧૯૮૪થી આખરી મંજુર થઇ અમલમાં આવેલ છે. આખરી નગર રચના યોજના નં.૧-રાજકોટની દરખાસ્ત અનુસાર મૂળખંડ નં.૨૯ પૈકીની જમીનનાં માલિક શ્રી ટપુ રાઘવ કોળીની જમીન ચો.મી.૭૦૮૨માંથી કપાત કરીને અન્ય આસામીઓને ફાળવેલ અંતિમખંડ નં.૪૨૦ તથા ૪૨૭ અને "શોપીંગ સેન્ટર"નાં હેતુ માટે અનામત રાખેલ અંતિમખંડ નં.૧૦૭૬માં ભેળવવામાં આવેલ છે. તેની સામે નિર્મલા સ્કુલની મૂળખંડ નં.૩૧ની જમીન તથા મૂળખંડ નં.૩૦ની અન્ય ખાનગી માલિકોની જમીનમાંથી કપાત કરીને અંતિમખંડ નં.૪૨૩ની જમીન ચો.મી.૪૧૯૭ ફાળવવામાં આવેલ છે. સદરહુ અનામત પ્લોટ નં.૧૦૭૬પૈકીની જમીનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ સોજીત્રાનગર ઈ.એસ.આર.-જી.એસ.આર. આવેલ છે.



ઉપરોક્ત વિગતે નિર્મલા કોન્વેન્ટ સ્કુલની જમીનને મૂળખંડમાં જ આખરીખંડ ફાળવવામાં આવેલ છે અને કપાત થતી જમીન ૧૮.૦૦મી. ટી.પી.રોડ તથા મૂળખંડ નં.૨૯ની જમીનનાં માલિક શ્રી ટપુ રાઘવ કોળી (ત્યારબાદ શ્રી ઘુસા ટપુ અને હાલ તેમનાં વારસદારો)ને ફાળવેલ છે. એટલે કે શ્રી ઘુસા ટપુનાં વારસદારોને તેમનાં મૂળખંડની બહાર નિર્મલા કોન્વેન્ટ સ્કુલની મૂળખંડ પૈકીની કપાત થતી જમીનમાં અંતિમખંડ ફાળવેલ છે. ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવ. એકટ-૧૯૭૬ની કલમ-૬૮ હેઠળ નિર્મલા સ્કુલ પાસેથી અંતિમખંડ નં.૪૨૩ની જમીનનો કબ્જો મેળવીને શ્રી ઘુસા ટપુનાં વારસદારોને ફાળવવાનો થાય. પરંતુ, નિર્મલા સ્કુલ દ્વારા તેનો કબ્જો છોડવાને બદલે તેમની સ્કુલમાં ભણતી બાળાઓને રમત ગમતનાં હેતુ માટેની જમીન હોવાનું જણાવી નામ. કોર્ટમાં દાવો કરવામાં આવેલ અને શ્રી ઘુસા ટપુને તેમણે ફાળવેલ અંતિમખંડની જમીનનો કબ્જો ફાળવી શકાયેલ ન હોઈ તેઓએ પણ નામ. કોર્ટમાં દાવો દાખલ કરેલ. આ બંને દાવાઓ પરત્વે નામ. હાઇકોર્ટનાં તા.૦૧-૧૨-૨૦૨૧નાં કોમન ઓરલ ઓર્ડર અન્વયે સંદર્ભ-(૧)થી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નીચે મુજબનો હુકમ થઇ આવેલ છે:



"એલ.પી.એ.નં.૧૭૧૩ ઓફ ૨૦૧૭માં પ્રતિવાદી નં.૨ શ્રી ઘુસાભાઈ ટપુભાઈનાં વારસદારોને મંજુર થયેલ પ્રારંભિક નગર રચના યોજના નં.૧(રાજકોટ)ની જોગવાઈ મુજબ અંતિમખંડ નં.૪૨૩ (ક્ષે.૪૧૯૭ ચો.મી.)નો કબ્જો રાજકોટ મહાનગરપાલિકા સને-૧૯૮૨થી આપી શકેલ ન હોઈ તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં જણાવ્યા મુજબ આ સ્કીમમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં પ્લોટો પૈકી ૪૧૯૭ ચો.મી. જેટલાં ક્ષેત્રફળનો અંતિમખંડ નં.૧૦૭૬ સિવાય અન્ય કોઈ ખુલ્લો પ્લોટ ઉપલબ્ધ ન હોઈ શ્રી ઘુસાભાઈ ટપુભાઈનાં વારસદારોને ખુલ્લો અને બોજા રહિત ૪૧૯૭ ચો.મી.નો અંતિમખંડ રાજકોટ મહાનગરપાલિકાનાં અંતિમખંડ નં.૧૦૭૬ (શોપીંગ સેન્ટર)ની ખુલ્લી જમીનમાં આપવા માટે અને મંજુર અમલી અંતિમ નગર રચના યોજનાની દરખાસ્તમાં ફાળવાયેલ અંતિમખંડ નં.૪૨૩ને "પ્લે ગ્રાઉન્ડ"નાં હેતુ માટે રાખવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની જોગવાઈઓને આધીન કલમ-૭૧ હેઠળ યોજનામાં ફેરફાર કરવાની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાએ હુકમની તારીખથી ૧ માસમાં કરવા આથી હુકમ કરવામાં આવે છે"



આમ, નામ. હાઇકોર્ટનાં તા.૦૧-૧૨-૨૦૨૧નાં કોમન ઓરલ ઓર્ડર અન્વયે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા થઇ આવેલ હુકમ અન્વયે આખરી નગર રચના યોજના નં.૧-રાજકોટની દરખાસ્ત અનુસાર રાજકોટ મહાનગરપાલિકાને "શોપીંગ સેન્ટર"નાં અનામત હેતુ માટે પ્રાપ્ત થયેલ અંતિમખંડ નં. ૧૦૭૬ની જમીનમાંથી આ સાથે સામેલ પાર્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબની મહદઅંશે તેમનાં મૂળખંડમાં જ રહે, તે પ્રમાણેની પશ્ચિમ તરફનાં ૧૨.૦૦મી. ટી.પી. રોડ પરથી એપ્રોચ મળી રહે, તે મુજબની દક્ષિણ તરફની ૪૧૯૭ ચો.મી. ખુલ્લી જમીન નવા અંતિમખંડ નં.૪૨૩/એ તરીકે શ્રી ઘુસાભાઈ ટપુભાઈનાં વારસદારોને તેમની મૂળખંડ પૈકીની જમીનમાંથી છૂટતી જમીનમાં જો કોઈ દબાણ હોય તો તે દૂર કર્યા બાદ ફાળવવા તથા અંતિમખંડ નં.૪૨૩ને "પ્લે ગ્રાઉન્ડ"નાં હેતુ માટે અનામત રાખવા જરૂરી ફેરફાર કરવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૧ હેઠળ વેરીડ કરવા માટે સદરહુ દરખાસ્ત પ્લાનીંગ સમિતિ મારફત સામાન્ય સભા સમક્ષ રજુ કરવામાં આવતાં સંદર્ભ-(૨)નાં ઠરાવથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં હુકમ મુજબની ટી.પી. સ્કીમ વેરીડ કરવાનું મંજુર કરવામાં આવે છે તેમજ સંબંધિત બાબતે નામદાર હાઈકોર્ટનાં તા.૨૩-૧૨-૨૦૨૧નાં હુકમ અન્વયે લીગલ અભિપ્રાય મેળવી આગળની કાર્યવાહી કરવાનું મંજુર કરવામાં આવે છે" તેવું ઠરાવવામાં આવેલ હોઈ અને તેને તા.૨૧-૦૩-૨૦૨૨થી વહીવટી મંજૂરી મળેલ હોઈ તા.૨૫-૦૩-૨૦૨૨નાં પત્ર દ્વારા સદરહુ યોજના વેરીડ કરવા માટે મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યનો પરામર્શ માંગવામાં આવેલ અને તા.૨૯-૦૩-૨૦૨૨નાં પત્રથી લીગલ અભિપ્રાય માંગવામાં આવેલ છે, જે પરત્વે અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી દ્વારા સંદર્ભ-(૩)થી પરામર્શ આપવામાં આવેલ છે.



આમ, ઉપરોક્ત હકીકતોએ નામ. હાઇકોર્ટનાં કોમન ઓરલ ઓર્ડર અન્વયે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા થઇ આવેલ હુકમ અને તે અન્વયે મુખ્ય નગર નિયોજકશ્રી દ્વારા સંદર્ભ-(૩)થી મળેલ પરામર્શ મુજબ શ્રી ઘુસાભાઈ ટપુભાઈનાં વારસદારોને ખુલ્લો અને બોજા રહિત ૪૧૯૭ ચો.મી.નો અંતિમખંડ રાજકોટ મહાનગરપાલિકાનાં અંતિમખંડ નં.૧૦૭૬ (શોપીંગ સેન્ટર)ની ખુલ્લી જમીનમાંથી આપવા માટે અને આખરી મંજુર નગર રચના યોજના નં.૧ની દરખાસ્તમાં ફાળવાયેલ અંતિમખંડ નં.૪૨૩ને "પ્લે ગ્રાઉન્ડ"નાં હેતુ માટે અનામત રાખવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૧ અંતર્ગત આખરી નગર રચના યોજના નં. ૧(રાજકોટ)(પ્રથમફેરફાર) તરીકે વેરીડ કરવા જરૂરી ઈરાદો જાહેર કરવા, તેની જાહેર પ્રસિદ્ધિ કરવા તેમજ અધિનિયમની જોગવાઈઓ મુજબની સરકારશ્રીમાં મંજુરી અર્થે સાદર કરવા સુધીની તમામ કાર્યવાહી કરવા કમિશનરશ્રીને અધિકૃત કરવા માટે આ દરખાસ્ત પ્લાનીંગ સમિતિ મારફત સામાન્ય સભા સમક્ષ રજૂ કરી જરૂરી ઠરાવ કરાવશો.


રાજકોટના રસ્તાઓ ઉ૫ર રૂપિયા ૧૬.૯૮ કરોડના ખર્ચે પેચવર્ક: જનરલ બોર્ડને કમિશનરનો જવાબ


રાજકોટ શહેરના રાજમાર્ગેાને કેટલું નુકસાન થયું છે અને કેટલું પેચવર્ક કરાયું છે તે અંગે કોર્પેારેટર રસીલાબેન સાકરિયાએ પુછેલા પ્રશ્નનો મ્યુનિ. કમિશનર આનદં પટેલે ૫૫ મિનિટ સુધી વિસ્તૃત જવાબ આપ્યો હતો અને ત્રણેય ઝોનમાં કુલ રૂપિયા ૧૬.૯૮ કરોડના ખર્ચે ડામર રોડ પર ખાડા બુરવા પેચવર્ક કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મ્યુનિ. કમિશનરનું પહેલું જનરલ બોર્ડ હતું તેમણે પ્રથમ પ્રશ્નના પ્રત્યુતરમાં વોર્ડ વાઇઝ અને એરીયાવાઇઝ સહિતની તલસ્પર્શી વિગતો આપી હતી તેમજ સિટી ઇજનેરને પણ પેટા પ્રશ્નોનો જવાબ આપવા માટે ઉભા કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application