'રણ’ માં મત ઉત્સવ: ગેહલોત, વસુંધરા સહિતનાનું ભાવી ઈવીએમમાં થશે કેદ

  • November 25, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું છે છે. મતદાન મથક પર મોટી સંખ્યામાં મતદારો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપ વચ્ચે છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે, પરંતુ આજે માત્ર 199 બેઠકો પર જ મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એવા છે જેમના મનમાં સવાલ ઉઠે છે કે માત્ર 199 વિધાનસભા સીટો પર જ મતદાન કેમ થઈ રહ્યું છે. એવું શું થયું કે 200 વિધાનસભા મતવિસ્તારો ધરાવતા રાજ્યમાં એક બેઠક પર મતદાન નથી થઈ રહ્યું? શ્રી ગંગાનગરની કરણપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અને સીટીંગ ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના મૃત્યુને કારણે આ વિસ્તારમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.આજે અશોક ગેહલોત, વસુંધરા રાજે સહિતના દિગ્ગજોના ભાવી એવીએમમાં કેદ થશે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1862 ઉમેદવારો છે અને મતદારો 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારો છે. જેમાંથી 22,61,008 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં કુલ મતદાન મથકોની સંખ્યા 36,101 છે. શહેરી વિસ્તારોમાં કુલ 10,501 મતદાન મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં 41,006 મતદાન મથકો છે.


કુલ 26,393 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે અનામત સહિત 65,277 બેલેટ યુનિટ, 62,372 કંટ્રોલ યુનિટ અને 67,580 વિવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ એક લાખ, બે હજાર 290 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 69,114 પોલીસ કર્મચારીઓ, 32,876 રાજસ્થાન હોમગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ અને આરએસી કર્મચારીઓ તેમજ સીએપીએફની 700 કંપ્નીઓ તૈનાત કરવામાં આવી છે.


મુખ્યમંત્રી અશોક ગેહલોત, વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ, શાંતિ ધારીવાલ, બીડી કલ્લા, સાલેહ મોહમ્મદ, મમતા ભૂપેશ, પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા, ભંવર સિંહ ભાટી, રાજેન્દ્ર યાદવ, શકુંતલા રાવત, રાજેન્દ્રસિંહ રાવતે ઉમેદવાર મેદાનમાં છે.


હેન્દ્રજીત સિંહ માલવિયા, અશોક ચંદના સહિત કોંગ્રેસના ઘણા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપમાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દિયા કુમારી, વિપક્ષના ઉપ્નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, રાજ્યવર્ધન રાઠોડ, કિરોરી લાલ મીના અને બાબા બાલકનાથ મેદાનમાં છે. દિવંગત ગુર્જર નેતા કિરોરી સિંહ બૈંસલાના પુત્ર વિજય બૈંસલા ભાજપ્ની ટિકિટ પર અને ભૂતપૂર્વ મુખ્ય સચિવ નિરંજન આર્ય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ટર્નકોટ કોંગ્રેસના ધારાસભ્ય ગિરરાજ સિંહ મલિંગા અને છ લોકસભા અને એક રાજ્યસભાના સભ્ય સહિત 59 ધારાસભ્યોને ફરીથી નામાંકિત કયર્િ છે. કોંગ્રેસે સાત અપક્ષ અને ભાજપ્ના એક શોભરાણી કુશવાહ સહિત 97 ધારાસભ્યોને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા અગ્રણી ચહેરાઓમાંના એક નાગૌરના ભૂતપૂર્વ સાંસદ જ્યોતિ મિધર્િ પણ ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટે 6287 માઇક્રો ઓબ્ઝર્વર તેમજ 6247 રિઝર્વ સેક્ટર ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ સેક્ટર અધિકારીઓને એક વધારાનું ઇવીએમ મશીન પણ આપવામાં આવશે, જે સંબંધિત કોઈ ખામી જણાય તો રિપેર અને રિપ્લેસમેન્ટ માટે કાર્યવાહી કરશે.2,74,846 મતદાન કર્મચારીઓ, મહિલા સંચાલિત મતદાન મથકો પર 7960 મહિલા મતદાન કર્મચારીઓ અને શારીરિક રીતે વિકલાંગ સંચાલિત મતદાન મથકો પર 796 વિકલાંગ મતદાન કર્મચારીઓ ચાર્જ સંભાળશે. તમામ મતદાન મથકો પર વિકલાંગ અને 80 વર્ષથી વધુ વયના લોકોની મદદ માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.અનિચ્છનીય બાહ્ય તત્વોના પ્રવેશને રોકવા માટે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને પંજાબ રાજ્યો સાથેની 4850 કિલોમીટર લાંબી આંતરરાજ્ય સરહદે આવેલી ચેકપોસ્ટ પર સીલિંગ અને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application